• પવિત્ર શ્રાવણમાં કરો રક્ષાબંધનની ઉજવણી
  •  આ પર્વ ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક
  • આ દિવસે કેટલીક ભૂલો ભૂલથી પણ ન કરશો

Raksha Bandhan 2024 Niyam: રક્ષાબંધનના પવિત્ર તહેવારની દરેક ભાઇ-બહેનને આતુરતાથી રાહ હોય છે. આ દિવસે ભાઇ-બહેન માટે ખુબજ ખાસ અવસર કહેવાય છે. આ તહેવારને દેશભરમાં ખુબજ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણની પૂર્ણિમા તિથિએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આવર્ષે 19 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે આતહેવારની ઉજવણી પહેલા કેટલાક નિયમોનું પાલન કરવુ જોઇએ. રક્ષાબંધનને ભાઇને તિલક લગાવીને બહેન ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે. આપણે ત્યાં તિલક લગાવીએ તેમાં અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે.

તૂટેલા અક્ષતનો ઉપયોગ ન કરશો

રક્ષાબંધનના શુભ અવસર પર બહેન તેના ભાઈને રાખડી બાંધતી વખતે ભાઈને ચાંદલો કરે છે અને અક્ષત (ચોખા) પણ લગાવે છે. પણ ધ્યાન રાખો કે ચોખા અખંડ હોવા જોઇએ. તૂટેલા ચોખાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

3 ગાંઠ બાંધવી આવશ્યક

આ સિવાય રાખડી બાંધતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખો કે રાખડીને 3 ગાંઠ બાંધવી જોઈએ. તે દેવી-દેવતાઓ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. ત્રણ ગાંઠો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે એવી ધાર્મિક માન્યતા છે.

શુભ સમયે રાખડી બાંધો

આ ખાસ દિવસે બહેને પોતાના ભાઈને શુભ સમયે જ રાખડી બાંધવી જોઈએ. વર્ષ 2024 માં રક્ષાબંધનના દિવસે, ભદ્રાનો પડછાયો હશે, તેથી તમારા ભાઈને શુભ મુહૂર્તમાં રાખડી બાંધો.આ વખતે રક્ષાબંધનની બપોરબાદ ઉજવણી કરવામાં આવશે.

માથાને ઢાંકો

સનાતન ધર્મમાં પૂજા દરમિયાન માથું ઢાંકવામાં આવે છે. જો તમે ભાઈ અને બહેને રક્ષાબંધન પર રાખડી બાંધતા હોતો આ વખતે કપડાથી માથું ઢાંકવું જોઈએ, કારણ કે રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેન એકબીજાના લાંબા આયુષ્ય અને સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.

આવા કપડાં ન પહેરો

જો તમે રક્ષાબંધનના દિવસે કાળા રંગના કપડા પહેરો છો તો ભૂલથી પણ આવી ભૂલ ન કરવી, કારણ કે પૂજા દરમિયાન કાળા રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.


  • Follow us on: