• આદ્રા નક્ષત્રમાં દુર્ગાષ્ટમી અને પુનર્વસુ નક્ષત્રમાં રામનવમીની રંગારંગ ઉજવણી
  • રામનવમી મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનોની વણઝાર
  • રામનવમી અને સહજાનંદ જયંતી. ચૈત્રી નવરાત્રિ સમાપ્ત

આધ્યાત્મિક રીતે સાધના, ઉપાસના, મંત્રજાપ માટે શ્રેષ્ઠ અવસર ગણાતી ચૈત્રી નવરાત્રિને પગલે શહેરના આદ્યશક્તિના મંદિરોમાં ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હવે ગુરુવારે રામનવમી પર્વની રંગારંગ ઉજવણી થશે. દરમિયાન શહેરના ભદ્રકાળી, અંબાજી મંદિર સહિતના મંદિરોમાં બે દિવસ ધાર્મિક અનુષ્ઠાનોની વણઝાર જોવા મળશે. આદ્રા નક્ષત્રમાં બુધવારે દુર્ગાષ્ટમી અને પુનર્વસુ નક્ષત્રમાં ગુરુવારે રામનવમી પર્વની ઉજવણી.

ગુરુવારે રામનવમી પર્વ એટલે કે ભગવાન રામના જન્મોત્સવ દેશભરમાં ઉજવાશે. રામનવમી નિમિત્તે રામ મંદિર, હનુમાન મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે. રામ મંદિર, હનુમાન મંદિરોમાં શોભાયાત્રા, મહાઆરતી સાથે થનારી ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉમટી પડશે. બુધવારે આદ્રા નક્ષત્ર, શોભન યોગમાં દુર્ગાષ્ટમી ઉજવાશે.

ગુરુવારે રાત્રીએ 10.59 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે. પુનર્વસુ નક્ષત્રમાં રામનવમી, સહજાનંદ સ્વામી જયંતી, કૃષ્ણ-રૂકમણી વિવાહ પ્રારંભ થશે. આ જ દિવસે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ પણ છે. ગુરુવારે સાંજે ઉત્થાપન સાથે ચૈત્રી-વાસંતી-શ્રીરામ નવરાત્રિનું પણ સમાપન થશે. શ્રદ્ધાળુઓ નવમીના દિવસે સાંજે નોરતા પૂરા કરશે અને ઉપવાસ, અનુષ્ઠાન કર્યા હોય તો દશમના દિવસે શુક્રવારે પારણાં કરશે.

આ ઉપરાંત રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા કરવી એ ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા પાંચ શુભ સંયોગોની રચનાને કારણે અત્યંત ફળદાયી સાબિત થશે. આ ઉપરાંત આ દિવસે બુધ પણ ઉદય પામી રહ્યો છે. તો ચાલો જાણીએ આ વખતે રામ નવમી પર ભગવાન રામની પૂજા કેવી રીતે કરવી. જેથી તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થાય.

રામ નવમીના શુભ દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન રામની મૂર્તિને કેસરવાળા દૂધનો અભિષેક કરો. આ પછી ઘીનો દીવો પ્રગટાવીને રામચરિતમાનસનો પાઠ કરો.જો તમે રામચરિત્ર માનસનો પાઠ કરી શકતા નથી, તો સુંદરકાંડનો પાઠ કરો. આ પાઠ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, સાથે જ ધન અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.રામ નવમીના દિવસે એક ૐ શ્રી હ્રી ક્લીં રામચંદ્રાય શ્રી નમઃ આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો.

  • Follow us on: