• 14 નવેમ્બરથી 15ડિસેમ્બર સુધીમાં બે વાર પુષ્યનક્ષત્ર, 3 વખત અમૃતસિદ્ધિ યોગ
  • આગામી એક માસ શુભ કાર્યો માટે 15 યોગ
  • 11 ડિસેમ્બરે રવિપુષ્યામૃત સિદ્ધિયોગ, 16 ડિસેમ્બરે સૂર્યનો ધન પ્રવેશ

ગત 4 નવેમ્બરના શુક્રવારે દેવઊઠી એકાદશીની ઉજવણી સાથે જ હિન્દુ ચાતુર્માસ પૂરા થયા છે. લગ્નસરાની નવી સિઝનની તૈયારીઓ સાથે જ વર-કન્યા પક્ષમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. 15 ડિસેમ્બર સુધી મુહૂર્તની સાથે જ લગ્ન આયોજનોની ઝાકમઝોળ દેખાઇ રહી છે ત્યારે આગામી એક માસ 14 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વિવિધ શુભ કાર્યો માટે વિવિધ 15 યોગનો સંયોગ જોવા મળશે. જ્યારે 16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક એટલે કે કમુરતા શરૂ થશે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, પુષ્યનક્ષત્ર, અમૃત સિદ્ધિયોગ, રવિપુષ્યામૃત સિદ્ધિયોગ સહિતના વિવિધ યોગમાં ખરીદી, અન્ય શુભ કાર્યોનો આરંભ શુકનવંતો માનવામાં આવે છે. 14 નવેમ્બરના સોમવારથી15 ડિસેમ્બર સુધી આવા જ 15 યોગ સર્જાશે. આ એક માસ દરમિયાન બે વાર પુષ્યનક્ષત્ર, 3 વખત અમૃત સિદ્ધિયોગ, 6 વખત રવિયોગ, એક વખત રાજયોગ, એક વખત કુમારયોગ અને 11 ડિસેમ્બરના રોજ રવિપુષ્યામૃત યોગ આવશે. 16 ડિસેમ્બરે સવારે 9.59 વાગ્યે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા શરૂ થશે. 14 જાન્યુઆરી-2023 સુધી કમુરતા રહેશે.

દૈનિક શુભાશુભ યોગમાં ગોચરમાં સૂર્ય-ચંદ્ર નક્ષત્રથી રવિયોગ બને છે. રવિયોગ ઉત્તમ શુભયોગ ગણાય છે. રવિયોગ સાથે બીજા અશુભયોગ બન્યા હોય તો તેવા અશુભ યોગો નિષ્ફળ જાય છે. રવિયોગ એ શુભ યોગ છે. રાજયોગ શુભ પ્રસંગમાં તેમજ ધર્મઉપાસનામાં શુભ ગણાય છે. કુમાર યોગ જ્ઞાનપ્રાપ્તિ, મિત્રાચારી, વ્રતઉપાસના વગેરેમાં શુભ ગણાય છે. અમતૃ સિદ્ધિયોગ શુભયોગ છે, પરંતુ તેમાં અપવાદ છે. ગુરુપુષ્યામૃત યોગમાં લગ્ન થયા નથી. મંગળ અશ્વિની અમૃત સિદ્ધિયોગ પ્રવેશમાં ત્યાજ્ય ગણાય છે. સિદ્ધિયોગ શુભ છે અને કાર્યમાં સફળતા આપનાર ગણાય છે.

આગામી એક માસમાં શુભ યોગ

પુષ્યનક્ષત્ર -કારતક વદ છઠ-સાતમ, 14-15 નવેમ્બરના રોજ સોમવારે બપોરે 1.16થી મંગળવારે સાંજે 4.13 વાગ્યા સુધી.

પુષ્યનક્ષત્ર -માગશર વદ ત્રીજ-ચોથ,11-12 ડિસેમ્બરના રોજ રવિવારે રાત્રીએ 8.36થી સોમવારે રાત્રીએ 11.36 સુધી.

રવિપુષ્યામૃત સિદ્ધિયોગ -માગશર વદ ત્રીજ, રવિવાર 11 ડિસેમ્બરના રોજ રાત્રીએ 8.36થી સવારે 7.16 સુધી.

અમૃત સિદ્ધિયોગ -કારતક વદ અગિયારસ, રવિવાર, 20 નવેમ્બરે સવારે 7.02થી રાત્રીએ 12.35 સુધી.

અમૃત સિદ્ધિયોગ -કારતક વદ અમાસ, બુધવાર, 23 નવેમ્બરે રાત્રીએ 9.37થી સવારે 7.34 સુધી.

અમૃત સિદ્ધિયોગ -માગશર સુદ દસમ-અગિયારસ, શુક્રવાર, 2 ડિસેમ્બર વહેલી સવારે 5.46થી 7.10 સુધી.

રવિયોગ -કારતક વદ છઠ-સાતમ, 14-15 નવેમ્બરના રોજ સોમવારે બપોરે 1.16થી મંગળવારે સાંજે 4.13સુધી.

કુમાર યોગ -કારતક વદ છઠ, 14 નવેમ્બરના સોમવારે સવારે 6.59 વાગ્યાથી બપોરે 1.16 વાગ્યા સુધી.

સિદ્ધિયોગ -કારતક વદ નોમ, 18 નવેમ્બરના રોજ શુક્રવારે સવારે 7.01થી રાત્રીએ 11.08 સુધી.

રાજયોગ -કારતક વદ અગિયારસ, 20 નવેમ્બરના રોજ રવિવારે સવારે 10.42થી રાત્રીએ 12.36સુધી.

રવિયોગ -માગશર સુદ ચોથ, 27 નવેમ્બરના રોજ રવિવારે આખો દિવસ રવિયોગ.

30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી પણ રવિયોગ આવે છે.

6 ડિસેમ્બરના મંગળવારે સવારે 8.39થી 7 ડિસેમ્બરના બુધવારે સવારે 10.25 સુધી રવિયોગ છે.

9 ડિસેમ્બરના રોજ સવારે 11.35થી બપોરે 3 વાગ્યા સુધી શુક્રવારે રાજયોગ છે.

13 ડિસેમ્બરના રોજ મધરાત્રિએ 2.33 વાગ્યાથી 15 ડિસેમ્બરે ગુરુવારે સવારે 5.26 વાગ્યા સુધી રવિયોગ.

  • Follow us on: