- ઉત્તરાખંડ- હિમાલયની ગોદમાં આવેલું કેદારનાથ
- શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જાહેર કર્યું હતું
- ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે
પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો ભોલેનાથને મનાવવા તેમની અનેક પ્રકારની સેવા-પૂજા કરે છે. આજે આપણે ભારતના પ્રસિદ્ધ શિવ મંદિરોના દર્શન કરીશુ જેના દર્શન માત્રથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
કેદારનાથ મંદિર
ઉત્તરાખંડ- હિમાલયની ગોદમાં આવેલું કેદારનાથ પણ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તેમજ તે ચાર ધામ અને પંચ કેદાર પૈકીનું એક માનવામાં આવે છે. કત્યુરી શૈલીમાં પથ્થરથી બનેલું આ મંદિર પાંડવ વંશના જનમેજય દ્વારા બનાવવામાં આવ્યું હતું.

લિંગરાજ મંદિર
આ મંદિર ભારતના ઓડિશા પ્રાંતની રાજધાની ભુવનેશ્વરમાં આવેલું છે. આ મંદિરને પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે.

અમરનાથ
અમરનાથ ગુફાને ભગવાન શિવના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. અમરનાથને તીર્થધામ કહેવામાં આવે છે કારણ કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જાહેર કર્યું હતું.

ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિર
ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ છેલ્લું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીંયા દર્શન કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે અને તમામ પ્રકારના સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મહાકાલેશ્વર મંદિર
ઉજ્જૈન એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે સમય અને મૃત્યુના દેવ તરીકે ઓળખાય છે. મહાકાલેશ્વરની મૂર્તિ દક્ષિણમુખી છે.

વૈદ્યનાથ મંદિર
દેવઘર એ બાર જ્યોતિર્લિંગોમાંના એક જ્યોતિર્લિંગનું પ્રાચીન મંદિર છે, જે ભારતના ઝારખંડ રાજ્યમાં દેવઘર નામના ખૂબ જ પ્રખ્યાત સ્થાન પર આવેલું છે. પવિત્ર યાત્રાધામ હોવાને કારણે લોકો તેને વૈદ્યનાથ ધામ પણ કહે છે.

ભીમાશંકર
ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ
આ મંદિર મહારાષ્ટ્ર-પ્રાંતના નાસિક જિલ્લામાં છે, જ્યાં નજીકના બ્રહ્મગિરિ પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે. ગૌતમ ઋષિ અને ગોદાવરીની વિનંતી અનુસાર, ભગવાન શિવ આ સ્થાન પર નિવાસ કરીને પ્રસન્ન થયા.

મુરુદેશ્વર શિવ મંદિર
કર્ણાટક આ મંદિર અરબી સમુદ્રના કિનારે અને અરબી સમુદ્રમાં મેંગલોરથી 165 કિમી દૂર આવેલું છે. અહીં સ્થાપિત પ્રતિમા વિશ્વની બીજી સૌથી મોટી પ્રતિમા છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ
ગુજરાત શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં ધ્યાન મુદ્રામાં ભગવાન શિવની વિશાળ મૂર્તિ છે.