• 17 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ
  • શ્રાવણ માસ 15 સપ્ટેમ્બર સુધી રહેશે
  • શ્રાવણ માસમાં આ વખતે ચાર સોમવાર

દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહિનો શ્રાવણ શરૂ થઇ રહ્યો છે. શ્રાવણને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આ વખતે અધિક મહિનો હતો જે પૂર્ણ થતાની સાથે જ શિવજીની આરાધનાનો અવસર શરૂ થયો છે. 17 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ, શ્રાવણ માસ 15 સપ્ટેમ્બર સુધી રહેશે. શ્રાવણ માસમાં આ વખતે ચાર સોમવાર રહેશે, 21 ઓગસ્ટે પ્રથમ સોમવાર, 28 ઓગસ્ટના બીજો સોમવાર, 04 સપ્ટેમ્બરે ત્રીજો સોમવાર, 11 સપ્ટેમ્બરે ચોથો સોમવાર રહેશે.

શ્રાવણમાં રુદ્રાભિષેક ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. કહેવાય છે કે રૂદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવલિંગ પર મંત્રોના જાપ સાથે વિશેષ વસ્તુઓ અર્પિત કરવાને રૂદ્રાભિષેક કહેવાય છે. રૂદ્રાભિષેક કરવાથી જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

શ્રાવણ મહિનામાં આ રીતે કરો ભગવાન શિવનો રૂદ્રાભિષેક

શ્રાવણ મહિનામાં ભગવાન શિવને રૂદ્રાભિષેક કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાયના દુધથી રૂદ્રાભિષેક કરવાથી મનની દરેક મનોકામના પૂરી થાય છે. જે લોકો બીમારીથી પીડિત હોય કે હંમેશા અસ્વસ્થ રહે છે કે કોઇ ગંભીર બીમારીથી પરેશાન છે. તે લોકોએ મધથી રૂદ્રાભિષેક કરવો જોઇએ. કુશને પીસીને ગંગા જળમાં મિક્સ કરીને ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરો.

ધન પ્રાપ્તિ માટે દેશી ઘીથી રૂદ્રાભિષેક કરો.

કોઇપણ શિવમંદિરમાં દીવો પ્રગટાવો. શિવપુરાણ અનુસાર કુબેર દેવને પૂર્વ જન્મમાં રાતના સમય શિવલિંગની પાસે રોશની કરી હતી, આ કારણથી બીજા જન્મમાં તે દેવતાઓના કોષાધ્યક્ષ બન્યા. પાણીમાં કેસર મિક્સ કરો અને આ પાણીને શિવલિંગ પર ચઢાવો. આ ઉપાયથી વિવાહ અને વૈવાહિક જીવનથી જોડાયેલી સમ્સાયાઓ ખતમ થાય છે. 

  • Follow us on: