શનિ અમાસ 29 માર્ચ, 2025ને શનિવારે ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં શનિ અમાસનું ખૂબ મહત્વ છે. આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે જેથી તેમના આશીર્વાદ મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે શનિ અમાસના દિવસે સાચા મનથી શનિદેવની પ્રાર્થના કરવાથી ભક્તો પર તેમની કૃપા બની રહે છે. શનિ અમાસના દિવસે શનિદેવના આશીર્વાદ મેળવવા અને ધનની વૃદ્ધિ કરવા માટે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મેળવી શકાય છે.


આજે આપણે તમામ રાશિ પર કેવી અસર થશે અને શુ ઉપાય કરવા તે જણાવીએ.

આ વખતે શનિ અમાસના દુર્લભ સંયોગમાં શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે. અઢી વર્ષના લાંબા અંતરાલ પછી, શનિદેવ તેમની મૂલત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. 29મી માર્ચે શનિ અમાસનો ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. શનિદેવ 29 માર્ચે રાત્રે 10.07 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. લગભગ 30 વર્ષ પછી શનિ મીન રાશિમાં ગોચર કરશે.

કર્કઃ- પારિવારિક જીવનમાં ઘરેલું પરેશાનીઓ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. આવકના નવા સ્ત્રોત બનશે, પરંતુ વધુ ખર્ચના કારણે મન પરેશાન રહી શકે છે.

કર્ક રાશિએ શનિ અમાસે કરવાના ઉપાય

કર્ક રાશિવાળા લોકોએ હનુમાન મંદિરમાં જઈને ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને શનિદેવને વાદળી ફૂલ ચઢાવવા જોઈએ. તેનાથી માનસિક તણાવ દૂર થશે અને આર્થિક લાભ પણ થશે.

  • Follow us on: