- પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે સખત તપસ્યા અને ઉપવાસ કર્યા હતા
- મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને 11 કે 21 બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા છે
- આ પરંપરાની પાછળ સમુદ્રમંથનની કથા છે.
પૌરાણિક કથા અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે સખત તપસ્યા અને ઉપવાસ કર્યા હતા. એકવાર ભગવાન શિવ બિલ્વપત્રના ઝાડ નીચે બેસી તપસ્યા કરી રહ્યા હતા. જ્યારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા માટે સામગ્રી લાવવાનું ભૂલી ગયા ત્યારે તેમણે બિલ્વપત્રમાંથી જ ભગવાન શિવની પૂજા કરી.
પાર્વતીજીના આ સ્નેહથી ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યારથી ભોલે શંકરને બિલ્વપત્ર ચઢાવવાની પરંપરા શરૂ થઈ. પૂજા દરમિયાન ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો વિવાહિત યુગલો ભગવાન શિવને બિલ્વપત્ર અર્પિત કરે તો દામ્પત્ય જીવન સુખી બને છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભોલેનાથની પૂજા કરીને ભગવાન શિવને પ્રસન્ન કરે છે. શિવપુરાણ અનુસાર, આ દિવસે ભગવાન શિવ દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા.
11 અથવા 21 બિલ્વપત્ર બીલીપત્ર ચડાવો
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને 11 કે 21 બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા છે. જો કે, કોઈ બીલી પત્ર અખંડ હોવુ જોઇએ તેનું ધ્યાન રાખવું જોઈએ. આ પછી તેમને શુદ્ધ પાણીથી સાફ કરો અને પછી ગંગાના જળથી શુદ્ધ કર્યા પછી આ બધા બિલ્વપત્ર પર ચંદન વડે ૐ લખો. 'ૐ નમઃ શિવાય' મંત્રનો પાઠ કરતી વખતે તેને શિવલિંગ પર અર્પણ કરો.
શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરો
ત્રિદલ ત્રિગુણાકાર ત્રિનેત્રમ ત્રિયાયુધમ.
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વમ શિવાર્પણમ ||
અખંડાય બિલ્વપત્રૈશ્ચ પૂજયે શિવશંકરમ્ । કોટિ કન્યા મહાદાનં બિલ્વપત્ર શિવર્પણમ્ ॥
દર્શન બિલ્વપત્રસ્ય સ્પર્શંનમ પાપનાશનમ્ । અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવર્પણમ ॥
શિવ પૂજામાં બિલ્વપત્ર કેમ ચઢાવવામાં આવે છે?
આ પરંપરાની પાછળ સમુદ્રમંથનની કથા છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે પહેલા હળાહળ વિષ હાર આવ્યું, પછી શિવે આ ઝેર પીધું. આ ઝેરના કારણે ભગવાન શિવના શરીરમાં ગરમી વધવા લાગી. એવું માનવામાં આવે છે કે તે સમયે તમામ દેવી-દેવતાઓએ ભગવાન શિવને પાણી, બિલ્વના પાન અને એવી વસ્તુઓ ખવડાવી હતી, જેનાથી તેમને ઠંડક મળી હતી. બિલ્વ પત્ર પણ એક ઔષધી છે. આ શરીરની ગરમીને ઠંડક આપે છે. આ માન્યતાના કારણે શિવલિંગને જળ અને બિલ્વના પાન ચઢાવવામાં આવે છે.