વૈદિક જ્યોતિષ અનુસાર, શુક્ર ગોચરની વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર થઈ શકે છે. ધન, સુંદરતા, સંપત્તિ, સંગીત, કામના વગેરે માટે જવાબદાર ગ્રહ શુક્ર લગભગ 123 દિવસ સુધી ગુરુની રાશિ મીન રાશિમાં રહેશે. અલગ-અલગ રાશિના લોકો પર શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે. આજે અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના પર શુક્ર ગ્રહની વિશેષ કૃપા રહેશે.
શુક્ર મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે
લગભગ 123 દિવસ સુધી મીન રાશિમાં રહ્યા પછી, શુક્ર 31 મે, 2025 ના રોજ સવારે 11:42 વાગ્યે તેની રાશિ બદલી કરશે. આ સમયગાળા દરમિયાન શુક્ર મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને શુક્રના આશીર્વાદથી લાભ થશે. ધનમાં વૃદ્ધિની તક રહેશે. ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચી વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. સંબંધ સુધરશે. સંબંધોમાં મધુરતા વધશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ફળદાયી રહેશે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. નોકરીના ક્ષેત્રમાં તમને પ્રગતિ મળી શકે છે. વેપારમાં પ્રગતિ અને પરસ્પર સંબંધોમાં સુધારો થઈ શકે છે. સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળી શકે છે. સ્વજનો સાથેના સંબંધો સુધરશે. ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચી વધશે. સખત મહેનત સાથે કરવામાં આવેલ કામ જીવનમાં સફળતા અપાવશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોની અંગત ઈચ્છાઓ પૂર્ણ થશે. આર્થિક વૃદ્ધિ થશે. સામાજિક રીતે સફળતા મળશે. વ્યાવસાયિક જીવનમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધારી શકશો. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કલા સંબંધિત કાર્યમાં વધારો થશે. તમામ સુખ-સુવિધાઓનો આનંદ માણી શકશો.