• 14 ઓક્ટોબરે વર્ષનું અંતિમ ગ્રહણ
  • કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં યોજાશે ગ્રહણ
  • મિથુન, સિંહ અને તુલા રાશિને થશે લાભ

શારદિય નવરાત્રિના એક દિવસ પહેલા વર્ષનું આખરી સૂર્યગ્રહણ યોજાશે. આ ગ્રહણ 3 રાશિ પર શુભ પ્રભાવ આપશે. જ્યોતિષના અનુસાર જે 3 રાશિ પર સૂર્યગ્રહણની વિશેષ કૃપા રહેશે અને તેમને લાભ થશે. શારદિય નવરાત્રિના 1 દિવસ પહેલાથી 14 ઓક્ટોબરે આખરી સૂર્યગ્રહણ યોજાશે. તેની અસર રાતે 8.34 મિનિટથી લઈને 2.25 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં યોજાશે.

ગ્રહણનો પ્રભાવ આ લોકો પર દેખાશે

વર્ષના છેલ્લા ગ્રહણના એક દિવસ બાદ નવરાત્રિ શરૂ થઈ રહી છે. તેની સીધી અસર 12 રાશિ પર પડશે. જ્યોતિષના અનુસાર ગ્રહણની અસર 12 રાશિ પર થશે અને તેમાંથી 3 રાશિ પર સૂર્યગ્રહણની લાભદાયી અસરો થશે. સૂર્યગ્રહણ 3 રાશિના લોકો માટે અનેક સકારાત્મક અસરો લાવશે. તો જાણો કઈ રાશિ માટે સૂર્યગ્રહણ લાભદાયી સાબિત થશે.

મિથુન રાશિ

સૂર્યગ્રહણ મિથુન રાશિ માટે લાભદાયી સાબિત થશે, આ રાશિના લોકોને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. આ સિવાય તેમને આર્થિક લાભ અને કરિયર કે બિઝનેસમાં લાભ મળી શકે છે. મિથુન રાશિના લોકોને અચાનકથી ધન મળી શકે છે.

સિંહ રાશિ

આ રાશિના લોકોને માટે ગ્રહણ લાભદાયી સાબિત થશે. કરિયર સાથે જોડાયેલા વ્યક્તિઓને પ્રગતિ મળી શકે છે. બિઝનેસ કરનારા લોકો માટે વ્યાપારમાં લાભદાયી ડીલ થશે. ગ્રહણના કારણે સિંહ રાશિને સૌભાગ્યની પ્રાપ્તિ થશે.

તુલા રાશિ

જ્યોતિષનું માનીએ તો આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનાને વિશેષ આશીર્વાદ મળી શકે છે. આ લોકોને માટે વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળવાની આશા છે. સાથે કોઈ કામ અટકેલું હોય તો તે ઝડપથી પૂરું થઈ શકે છે. આ સિવાય તુલા રાશિએ ઓક્ટોબરમાં સકારાત્મક ન્યૂઝ મળવાની આશા છે. 

  • Follow us on: