- સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 09:12 થી 03.17 મધ્યરાત્રિ સુધી રહેશે
- વૈદિક તિથિ મુજબ, 2 ઓક્ટોબર, 2024ના ગ્રહણ થશે
- આ ગ્રહણ મેષ, વૃષભ, ધન, મકર અને કુંભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે
વૈદિક જ્યોતિષ ના જણાવ્યા અનુસાર, ચંદ્ર અને સૂર્યગ્રહણ થાય છે, જેની અસર માનવ જીવન અને રાશિચક્ર પર જોવા મળે છે. આ એક ભૌગોલિક ઘટનાની સાથે સાથે ધાર્મિક રીતે પણ ખુબ જ મહત્વનુ ગણાય છે. 2જી ઓક્ટોબરે સૂર્યગ્રહણ થવાનું છે. આ સૂર્યગ્રહણ વલયાકાર અને સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. પંચાંગ પ્રમાણે તે અશ્વિન મહિનાની અમાસ તિથિ અને બુધવારે થઇ રહ્યુ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહી. તેથી ગ્રહણનું સુતક લાગશે નહી. પરંતુ કેટલીક અસર રાશિચક્ર પર ચોક્કસ જોવા મળશે. ચાલો જાણીએ ગ્રહણની 12 રાશિઓ પર શું અસર પડશે…
સૂર્યગ્રહણ 2024 તારીખ અને સમય
વૈદિક તિથિ મુજબ, 2 ઓક્ટોબર, 2024 ના રોજ સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 09:12 થી 03.17 મધ્યરાત્રિ સુધી રહેશે. તેની કુલ અવધિ લગભગ 6 કલાકની હશે. સાથે જ આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં હસ્ત નક્ષત્રમાં થશે.
જાણો 12 રાશિઓ પર ગ્રહણની અસર
આ ગ્રહણ મેષ, વૃષભ, ધન, મકર અને કુંભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આ રાશિના જાતકોની મનોકામનાઓ પૂર્ણ થશે. અણધાર્યો આર્થિક લાભ પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન તેમજ મિલકત ખરીદી શકો છો. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો અને તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલી શકે છે. તમને નોકરીની નવી તકો પણ મળી શકે છે.
આ રાશિ માટે અશુભ
આ ગ્રહણ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. થયેલા કામ અટકી શકે છે. આ સમયે તમારે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તમારા મંતવ્યો કુટુંબના સભ્ય સાથે મેળ ખાતા ન હોવાને કારણે મતભેદો ઊભી થઈ શકે છે. આ ઉપરાંત પૈસાનો બિનજરૂરી વ્યય થઈ શકે છે. તેમજ આ સમયે સાવધાનીથી વાહન ચલાવો, કારણ કે અકસ્માત થવાની શક્યતાઓ છે.
મધ્યમ ફળદાયી
મિથુન, કન્યા, સિંહ અને તુલા રાશિના લોકો માટે મધ્યમ ફળદાયી સાબિત થઈ શકે છે.