આ શનિવારે બે દિવસ પછી વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે. આ આંશિક સૂર્યગ્રહણ હશે જે ઉત્તર અમેરિકા તેમજ પશ્ચિમ યુરોપ, ઉત્તર-પશ્ચિમ આફ્રિકા અને રશિયામાં જોઈ શકાશે. આ સાથે, તે કદાચ સૌથી ખતરનાક પણ હશે.નિરીક્ષકોનું કહેવું છે કે શનિવારે થનારું સૂર્યગ્રહણ આંખો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે વર્ષનું પ્રથમ આંશિક સૂર્યગ્રહણ બ્લડ મૂન એટલે કે આ મહિને થયેલા સંપૂર્ણ ચંદ્રગ્રહણના બે અઠવાડિયા પછી થઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ કેમ ખતરનાક હશે?


સુર્યગ્રહણ એટલે શુ?

સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. ચંદ્રની હાજરી સૂર્યના પ્રકાશને અવરોધે છે અને આપણે સૂર્યને છુપાયેલો જોઈએ છીએ. સૂર્યગ્રહણના ત્રણ પ્રકાર છે - સંપૂર્ણ, આંશિક અને વલયાકાર અથવા આગની રીંગ. સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન દિવસ અંધારું થઈ જાય છે.

આ વખતે જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તે આંશિક રહેશે. આ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીથી પ્રમાણમાં દૂર હોય છે, જેના કારણે તેનું કદ નાનું હોય છે અને તે સૂર્યના કોરોનાને સંપૂર્ણપણે આવરી લેવામાં સક્ષમ નથી. જો કે, કેટલાક ભાગોમાં તે સૂર્યની ડિસ્કને 93.8 ટકા સુધી આવરી લેશે. કેનેડાના ઉત્તરી ક્વિબેકના નુનાવિક ગામમાં રહેતા લોકો સૌથી મોટું ગ્રહણ જોશે.

એક્સપર્ટનું કહેવું છે કે કે સૂર્ય ક્યારેય સંપૂર્ણપણે ઢંકાયેલો નથી, તેથી તેને જોવું જોખમી હશે. ગ્રહણ દરમિયાન સૂર્યને જોવા માટે ગ્રહણ ચશ્મા અથવા સૌર ફિલ્ટરની જરૂર પડશે. તેને સનગ્લાસ સાથે ન જોવાની સલાહ આપવામાં આવે છે.

સુર્યગ્રહણની સૌથી વધુ અસર ઉત્તર અમેરીકામાં થશે..

આ ગ્રહણની સૌથી વધુ અસર ઉત્તર અમેરિકામાં થશે, જ્યાં તે વર્ષ 2025નું પ્રથમ અને છેલ્લું સૂર્યગ્રહણ હશે. જો કે, આ વર્ષે બીજું આંશિક સૂર્યગ્રહણ હશે, પરંતુ 21 સપ્ટેમ્બરે થનારું આ સૂર્યગ્રહણ માત્ર દક્ષિણ ગોળાર્ધમાં જ દેખાશે.

  • Follow us on: