ગ્રહોના રાજા સૂર્ય જ્યારે જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર થાય છે. સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તનને સૂર્ય સંક્રાતિ કહે છે 12 રાશિ મુજબ 12 સંક્રાતિ હોય છે જેમેકે મકર સંક્રાતિ, મીન સંક્રાતિ સીર્ય રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે સૂર્યને માનનો કારક ગણવામાં આવે છે સૂર્ય દેવ પ્રસન્ન હોય તેની કીર્તિ ખુબ પ્રસિદ્ધ રહે છે.


સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય બુધ, કન્યા રાશિમાં સ્થિત છે. જ્યાં કેતુ પહેલેથી જ હાજર છે. બીજી તરફ સપ્ટેમ્બરના અંતમાં સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યાં કેતુ પહેલેથી જ હાજર છે. આવી સ્થિતિમાં સૂર્ય અને કેતુની દુર્લભ યુતિ થઈ રહી છે. મિત્રની રાશિ અને મિત્ર નક્ષત્રમાં બે ગ્રહોની યુતિને કારણે કેટલીક રાશિના લોકોને ઘણો લાભ મળી શકે છે. આવો જાણીએ કે હસ્ત નક્ષત્રમાં સૂર્ય અને કેતુ હોવાને કારણે કઈ રાશિના જાતકોને ઘણો ફાયદો થઈ શકે છે.

મેષ રાશિ

આ રાશિના લોકો માટે સૂર્ય અને કેતુ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમે સ્થિરતા જોઈ શકો છો. વેપારના ક્ષેત્રમાં પણ તમને ઘણો લાભ મળી શકે છે. તમને કોઈ પ્રોજેક્ટ અથવા ઓર્ડર મળી શકે છે. તમને અણધાર્યા સ્ત્રોતથી લાભ મળી શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. આ સાથે સ્વાસ્થ્યને લઈને પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે હસ્ત નક્ષત્રમાં સૂર્ય અને કેતુનું ભ્રમણ લાભદાયક સાબિત થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય દસમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ જ આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આ સાથે, તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. નવી નોકરી શોધી રહેલા લોકો ઘણી સફળતા મેળવી શકે છે. પ્રમોશન સાથે સારો પગાર વધી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.


  • Follow us on: