27 નક્ષત્રોમાંથી 14મું નક્ષત્ર ચિત્રા નક્ષત્રને સૌથી તેજસ્વી નક્ષત્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચિત્રા નક્ષત્રમાં જન્મેલા બાળકો ખૂબ જ ભાગ્યશાળી, બુદ્ધિશાળી, મજબૂત અને ઉર્જાવાન હોય છે, જે તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરવા માટે જાણીતા હોય છે. ભારતીય ગ્રંથોમાં હવામાન માટે આ નક્ષત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ નક્ષત્ર ખેતી અને વ્યવસાય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આત્મવિશ્વાસ, નેતૃત્વ, આરોગ્ય અને સન્માનનો સ્વામી સૂર્ય 10 ઓક્ટોબર, 2024ને ગુરુવારે બપોરે 2:16 કલાકે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો શાસક ગ્રહ મંગળ છે જે સૂર્યનો શ્રેષ્ઠ મિત્ર છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળના ચિત્રા નક્ષત્રમાં સૂર્યનું ગોચર શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે, પરંતુ સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન 3 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે ?


મેષ રાશિ

મંગળ મેષ રાશિનો અને ચિત્રા નક્ષત્રનો પણ સ્વામી છે. આ નક્ષત્રમાં સૂર્યના ગોચરને કારણે મેષ રાશિના જાતકોને કરિયરમાં ઉન્નતિની નવી તકો મળશે. તમારી મહેનત ફળ આપશે અને તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થવાથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. તમને પરિવાર સાથે સમય વિતાવવાની સારી તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે. કરિયરમાં પણ પ્રગતિની તકો છે. નોકરીમાં માન-સન્માનમાં વધારો થશે. તમારા કામની પ્રશંસા થશે

સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને મિત્રા નક્ષત્ર ચિત્રામાં ભ્રમણ કરવાથી આ રાશિના લોકોને અનેક શુભ ફળ મળશે. સિંહ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. નાણાંકીય લાભની પ્રચંડ તક છે. પ્રોપર્ટી ખરીદવા માટે શુભ સમય છે. સ્વાસ્થ્ય સારું રહેવાથી તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો. પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે ચિત્રા નક્ષત્રમાં સૂર્યનું ગોચર તેમનું જીવન રોમાંચક બનાવશે. તમારા વ્યક્તિત્વમાં અદભૂત સુધારો જોવા મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. લોકો તમારી વાતો પર ધ્યાન આપશે. આવકમાં સ્થિરતા રહેશે. નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. વેપારમાં લાભ થશે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. વિવાહિત જીવન સુખમય રહેશે. તમે ધ્યાન અને યોગમાં રસ લેશો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. ધાર્મિક યાત્રા થવાની સંભાવના છે. 

  • Follow us on: