• વર્ષનું પહેલું સૂર્યગ્રહણ શરૂ થઇ ગયું છે
  • આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં
  • સૂતક કાળ માન્ય રહેશે નહીં

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાઇ રહ્યું નથી. તેથી સૂતક કાળ માન્ય રહેશે નહીં, પરંતુ ગ્રહણ તમામ 12 રાશિઓના જાતકના જીવન પર શુભ અથવા અશુભ અસર કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણના સમયે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં હશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે અને હાલમાં તે મિથુન રાશિમાં બેઠો છે. જ્યારે મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે.

આવી સ્થિતિમાં બંને રાશિના જાતકો એકબીજાના ગ્રહોમાં બેઠા હોય છે. જેના કારણે રાશિ પરિવર્તનનો યોગ બની રહ્યો છે. આ સાથે જ મેષ રાશિમાં રાહુ અને બુધ ગ્રહો પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં રાહુ અને સૂર્યના સંયોગથી ગ્રહણ યોગ બની રહ્યો છે.જાણો સૂર્યગ્રહણના સમયે બનેલા આ અશુભ યોગ પર કઈ રાશિના જાતકોએ સંભાળવુ પડશે.

આ રાશિના જાતકોએ સૂર્યગ્રહણ સમયે બનેલા અશુભ યોગથી સાવધાન રહેવું

મેષ

આ અશુભ યોગ મેષ રાશિના લોકો માટે થોડી પરેશાની પેદા કરી શકે છે. આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. આ સાથે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરો. વેપારમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે.

કન્યા

બુધ અને મંગળના કારણે બનેલા અશુભ યોગને કારણે આ રાશિના જાતકોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જૂના રોગ ફરી થઇ શકે છે. કોઈ કારણસર તણાવનો સામનો કરવો પડી શકે છે.

તુલા

સૂર્યગ્રહણના દિવસે બનેલા આ અશુભ યોગને કારણે તુલા રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. મહેનત કરવા છતાં કામમાં એક યા બીજી અડચણ આવી શકે છે. કોઈ કારણસર પરિવાર સાથેના સંબંધો બગડી શકે છે.

મકર

મકર રાશિના લોકો માટે સૂર્યગ્રહણ પર બનેલો અશુભ યોગ કેટલીક મુશ્કેલીઓ વધારી શકે છે. પરિવાર સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. તમારા ગુસ્સા પર થોડો કાબૂ રાખવાનો પ્રયાસ કરો, કારણ કે આના કારણે તમે જે સંબંધ બનાવી રહ્યા છો તે બગડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે.


  • Follow us on: