- આ વર્ષમાં બે વાર સૂર્યગ્રહણ થવાનું છે
- પ્રથમ 8મી એપ્રિલે સૂર્યગ્રહણ થયુ હતુ
- બીજી વખત ઓક્ટોબર મહિનામાં સૂર્યગ્રહણ થવાનું છે
હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ છે. આ વર્ષમાં બે વાર સૂર્યગ્રહણ થવાનું છે. પ્રથમ 8મી એપ્રિલે સૂર્યગ્રહણ થયુ હતુ. જ્યારે બીજી વખત ઓક્ટોબર મહિનામાં સૂર્યગ્રહણ થવાનું છે. સર્વપિતૃ અમાસના દિવસે આ ગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. ભારતમાં પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું ન હતું. શું બીજુ ગ્રહણ પણ દેખાશે નહીં? જાણો વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે દેખાશે, સુતક કાળ લાગશે કે કેમ? જાણો સૂર્યગ્રહણ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ...
ક્યારે થશે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ
વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ આસો મહિનામાં અમાસે થવાનુ છે. આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9.13 વાગ્યે શરૂ થઈ રહ્યું છે, જે બપોરે 3.17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક 4 મિનિટનો રહેશે.
ભારતમાં જોવા મળશે કે નહીં?
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે તે રાત્રે થાય છે. 8 એપ્રિલે થયેલું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાતું ન હતું.
બીજુ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે?
વર્ષનું બીજું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ તે બ્રાઝિલ, આર્કટિક, કૂક આઇલેન્ડ, ફિજી, આર્કટિક, ચિલી, પેરુ, હોનોલુલુ, એન્ટાર્કટિકા, આર્જેન્ટિના, ઉરુગ્વે, બ્યુનોસ એરેસ અને બેકા આઇલેન્ડ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ વગેરે જેવા સ્થળોએ દેખાશે.
સૂર્યગ્રહણમાં સુતક કાળનો સમય
શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણના બરાબર 12 કલાક પહેલા સુતક કાળ શરૂ થાય છે. પરંતુ ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં. આથી સુતક કાળ માન્ય રહેશે નહીં. જ્યારે સુતક કાળ શરૂ થાય છે ત્યારે શુભ કાર્યોની સાથે પૂજા કરવામાં આવતી નથી. સુતક કાળમાં મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ પછી, સૂર્યગ્રહણ પછી, તેને ગંગા જળથી શુદ્ધ કરવામાં આવે છે અને કપાટ ખોલવાની સાથે આરતી વગેરે કરવામાં આવે છે.