• ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે ગંગા દશેરા પર ઉપાયો કરી શકાય છે
  • સનાતન ધર્મમાં ગંગા દશેરાના તહેવારનું વિશેષ મહત્વ
  • ગંગા દશેરા પર કરવામાં આવેલ ઉપાય પણ સૌભાગ્ય લાવી શકે છે.

સનાતન ધર્મમાં ગંગા દશેરાના તહેવારનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા તરીકે પૂજવામાં આવતા દેવી ગંગા આ દિવસે પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ વર્ષે ગંગા દશેરાનો તહેવાર 30 મે 2023 મંગળવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.

એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરે છે, તો તેના વર્તમાન જ નહીં પરંતુ પૂર્વ જન્મોના પાપ પણ ધોવાઈ જાય છે. આવા ઘણા જ્યોતિષીય ઉપાયો છે, જેને અપનાવવાથી ગંગા દશેરાના દિવસે તમે તમારા જીવનમાં ઘણા ફાયદા મેળવી શકો છો.

આર્થિક સંકટનો ઉકેલ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ધંધામાં ખોટ સહન કરી રહ્યા છો અથવા કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો અને કોઈ કારણસર શરૂ કરી શકતા નથી તો ગંગા દશેરાના દિવસે સ્વચ્છ કાગળ પર ગંગા સ્તોત્ર લખીને તે કાગળ પીપળા થડે મુકી દો. પૂજા કર્યા પછી તેને થડ પાસે જ દાટી દો. આ ઉપાયથી, તમે તમારા વ્યવસાયમાં નફો કરવાનું શરૂ કરશો. ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેના સકારાત્મક પરિણામો દેખાવા લાગશે.

ભાગ્યનો સાથ મેળવવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે મહેનત કરી રહ્યા છો અને તમને પરિણામ નથી મળી રહ્યું તો ગંગા દશેરાના દિવસે ઘરથી દૂર એક દાડમનું ઝાડ વાવો. આ પછી માટીના ઘડામાં ગંગાજળ ભરીને તે ઝાડમાં રેડી દો, હવે આ ઝાડને તે ઘડાથી થોડો સમય ઢાંકી દો. પછી આ ઘડાને ઉપાડો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ ઉપાય કરવાથી તમને તમારા ભાગ્યનો સાથ મળવા લાગશે અને તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળવા લાગશે.

  • Follow us on: