- જૂના કેલેન્ડરની ઉપર ન લગાવશો નવું કેલેન્ડર
- પૂર્વ દિશામાં કેલેન્ડર લગાવવાથી પરિવારમાં આવશે સમૃદ્ધિ
- પશ્ચિમ દિશામાં કેલેન્ડર લગાવવાથી અટકેલા કામ થશે પૂરા
નવું વર્ષ એટલે કે 2023ની શરૂઆતમાં 10 દિવસ બાકી રહ્યા છે. આ સમયે અનેક ઘરમાં નવા કેલેન્ડરની ખરીદી થવા લાગી છે. વાસ્તુમાં કેલેન્ડરને લઈને પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન આપણે કરવું જોઈએ. એવું ન કરવાથી આપણું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. તો જાણો નવા વર્ષે કેલેન્ડર લગાવવામાં કઈ ભૂલો ન કરવી જોઈએ.
જૂના કેલેન્ડરની ઉપર ન લગાવો નવું કેલેન્ડર
જ્યારે પણ તમે નવા વર્ષનું કેલેન્ડર ખરીદીને લાવો છો તો તેને જૂના કેલેન્ડર પર લગાવવું નહીં. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવાહ વહે છે. તેનાથી પરિવારમાં ક્લેશ જન્મે છે અને સાથે જ આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે. આ સિવાય ધ્યાન રાખો કે નવું કેલેન્ડર ફાટેલું ન હોય. જો આવું હશે તો ઘરમાં વાસ્તુદોષ રહેશે.
નવા કેલેન્ડર સાથે ન લગાવો આ ફોટો
જ્યારે પણ નવું કેલેન્ડર લગાવો તો ધ્યાન રાખો કે તેની સાથે લોહી દેખાડતા, વિચલિત કરચતા ફોટો, સૂકા ઝાડના ફોટો, દુઃખી મહિલાના ફોટો, પાનખરના ફોટો જેવી નકારાત્મક તસવીરો રાખવી નહીં. આમ કરવાથી ઘરમાં માનસિક ક્લેશ વધે છે અને જિંદગીમાં નિરાશા જોવા મળે છે. સાથે જ ઘરની શાંતિ પણ ભંગ થઈ શકે છે.
દરવાજાની પાછળ ન લગાવો નવું કેલેન્ડર
કેલેન્ડરને લગાવતી સમયે ધ્યાન રાખો કે તેને કોઈ પણ દિશામાં લગાવી દેવું નહીં. આમ કરવાથી ઘરમાં વાસ્તુદોષ જન્મે છે. પરિવારની પ્રગતિ રોકાઈ જાય છે. ખાસ કરીને કેલેન્ડરને મેન ગેટના દરવાજા પાછળ ટીંગાવવાનું ટાળો. સાથે તેને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન ટીંગાવો. આ દિશા મૃત્યુના દેવતા યમરાજની માનવામાં આવે છે. આ દિશામાં કેલેન્ડર લગાવવાનો અર્થ છે તેમને ઘરમાં આવવાનું આમંત્રણ આપવું.
આ રંગના કેલેન્ડર મનાય છે શુભ
વાસ્તુમાં કેટલાક રંગને શુભ માનવામાં આવે છે. જો તમે આ રંગમાંથી કોઈ એક રંગનું કેલેન્ડર લગાવો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તમે સફેદ, લીલું, ગુલાબી, લાલ અને ભૂરા રંગનું કેલેન્ડર પસંદ કરો. તેને ઘરમાં લગાવવાથી પરિવારની સમૃદ્ધિ વધે છે.
કઈ દિશામાં લગાવશો કેલેન્ડર
કેલેન્ડરને યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. ઉત્તર દિશાને કુબેરની દિશા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિશામાં કેલેન્ડર લગાવવાથી આર્થિક મુદ્દે સફળતા મળે છે. પશ્ચિમ દિશામાં લગાવવાથી અટકેલા કામ સફળ થાય છે. આ સિવાય કરિયરમાં પણ કામયાબી મળે છે. પૂર્વ દિશામાં કેલેન્ડર લગાવવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે.