હિન્દુ ધર્મ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં ઘણા મોટા તહેવાર ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનો ગણેશ જયંતિથી શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત સરસ્વતી માતાનો મુખ્ય તહેવાર, વસંત પંચમી અને ભગવાન શિવનો સૌથી પ્રિય તહેવાર મહાશિવરાત્રી આ મહિનામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ ફેબ્રુઆરી માસની શરૂઆત માઘ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિથી થઈ રહી છે.
હિંદુ ધર્મ માટે આ મહિનો ઘણો મહત્વનો રહેવાનો છે. ગણેશ જયંતિ મહિનાના પહેલા દિવસે જ આવી રહી છે. આ ઉપરાંત વસંત પંચમી, માઘ પૂર્ણિમા, પ્રદોષ વ્રત, દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી, ગણેશ જયંતિ, મહાશિવરાત્રી અને ફાલ્ગુન માસ(ફાગણ) ની પણ શરૂઆત થઈ રહી છે. ચાલો જાણીએ ફેબ્રુઆરી મહિનામાં આવતા તમામ વ્રત અને તહેવારો વિશે. આ સાથે જ આ મહિનામાં થનારા ગ્રહોના રાશિ પરિવર્તન વિશે…
ફેબ્રુઆરી મહિનાના તહેવાર
1 ફેબ્રુઆરી 2025 – વિનાયક ચતુર્થી, ગણેશ જયંતિ
2 ફેબ્રુઆરી 2025 – વસંત પંચમી
3 ફેબ્રુઆરી 2025 – સ્કંદ ષષ્ઠી
4 ફેબ્રુઆરી 2025 – નર્મદા જયંતિ, રથ સપ્તમી
5 ફેબ્રુઆરી 2025 - દુર્ગાષ્ટમી
8 ફેબ્રુઆરી 2025 – જયા એકાદશી
9 ફેબ્રુઆરી 2025 – પ્રદોષ વ્રત (શુક્લ પક્ષ, દ્વાદશી), ભીષ્મ દ્વાદશી
12 ફેબ્રુઆરી 2025 - માઘ પૂર્ણિમા વ્રત, કુંભ સંક્રાંતિ, ગુરુ રવિદાસ જયંતિ
13 ફેબ્રુઆરી 2025 - લલિતા જયંતિ.
16 ફેબ્રુઆરી 2025 – દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થી
18 ફેબ્રુઆરી 2025 - યશોદા જયંતિ
19 ફેબ્રુઆરી 2025 - છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ
20 ફેબ્રુઆરી 2025 – શબરી જયંતિ, કાલાષ્ટમી
21 ફેબ્રુઆરી 2025 – જાનકી જયંતિ
24 ફેબ્રુઆરી 2025 - વિજયા એકાદશી
25 ફેબ્રુઆરી 2025 – પ્રદોષ વ્રત (કૃષ્ણ પક્ષ, દ્વાદશી)
26 ફેબ્રુઆરી 2025 – મહાશિવરાત્રી, માસિક શિવરાત્રી
27 ફેબ્રુઆરી 2025 – ફાગણ અમાસ
વસંત પંચમી
વૈદિક કેલેન્ડર મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 2જી ફેબ્રુઆરીના રોજ સવારે 11:54 મિનિટથી શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 3જી ફેબ્રુઆરીએ સવારે 9:36 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, 3 ફેબ્રુઆરી 2025 ના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રી 2025
દર વર્ષે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. પુરાણોમાં ભગવાન શિવની મહાનતાનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. તેથી, આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
ગ્રહ ગોચર 2025
4 ફેબ્રુઆરી 2025- ગુરુ માર્ગી અવસ્થામાં વૃષભ રાશિમાં ભ્રમણ કરશે
11 ફેબ્રુઆરી- બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે
12 ફેબ્રુઆરી-સૂર્યનું કુંભ રાશિમાં ગોચર