મહિનામાં 2 વખત એકાદશી વ્રત કરવામાં આવે છે
જ્યોતિષ ગણના પ્રમાણે અગિયારમી તિથિને એકાદશી કહેવામાં આવે છે. જે મહિનામાં બે વાર આવે છે. એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. અમાસ પછી આવતી એકાદશીને સુદ પક્ષની એકાદશી અને પૂનમ પછી આવતી એકાદશીને વદ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ પ્રકારે વર્ષમાં 24 એકાદશી તિથિને અલગ-અલગ નામ આપવામાં આવ્યાં છે. દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ પણ છે.
એકાદશી વ્રત યજ્ઞ કરતાં પણ વધારે ફળ આપે છે
પુરાણો પ્રમાણે, એકાદશીને હરી વાસર એટલે ભગવાન વિષ્ણુનો દિવસ કહેવામાં આવે છે. વિદ્વાનો પ્રમાણે એકાદશી વ્રત યજ્ઞ અને વૈદિક કર્મ-કાંડથી પણ વધારે ફળ આપે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતને કરવાથી મળતા પુણ્યથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. સ્કંદ પુરાણમાં પણ એકાદશી વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે.
પુરાણો અને સ્મૃતિ ગ્રંથમાં એકાદશી
સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે હરિવાસર એટલે એકાદશી અને બારસના ઉપવાસ વિના તપસ્યા, તીર્થયાત્રા કે કોઈપણ પ્રકારના પુણ્ય આચરણથી મોક્ષ નથી થતો. પદ્મ પુરાણ પ્રમાણે જે વ્યક્તિ ઇચ્છાથી કે કોઈ બીજા કારણોસર એકાદશી વ્રત કરે છે, તેના બધા જ પાપ દૂર થાય છે અને પરમધામ વૈકુંઠ પ્રાપ્ત કરે છે. કાત્યાયન સ્મૃતિમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આઠ વર્ષની ઉંમરથી એંસી વર્ષ સુધીના બધા જ સ્ત્રી-પુરૂષો માટે કોઈ ભેદ વિના એકાદશીમાં ઉપવાસ કરવાનું કર્તવ્ય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને બધા પાપ અને દોષથી બચવા માટે 24 એકાદશીના નામ અને તેનું મહત્ત્વ જણાવ્યું છે.
એકાદશી 2023 ઉપવાસની યાદી (24 એકાદશીની યાદી)
પોષ માસ
પુત્રદા એકાદશી (શુક્લ પક્ષ) - 2 જાન્યુઆરી 2023
માઘ માસ
ષટતિલા એકાદશી (કૃષ્ણ પક્ષ) - 18 જાન્યુઆરી 2023
જયા એકાદશી (શુક્લ પક્ષ) - 1 ફેબ્રુઆરી 2023
ફાગણ માસ
વિજયા એકાદશી (કૃષ્ણ પક્ષ) - 16 ફેબ્રુઆરી 2023
આમલકી એકાદશી (શુક્લ પક્ષ) - 3 માર્ચ 2023
ચૈત્ર માસ
પાપમોચિની એકાદશી (કૃષ્ણ પક્ષ) - 18 માર્ચ 2023
કામદા એકાદશી (શુક્લ પક્ષ) - 01 એપ્રિલ 2023
વૈશાખ માસ
વરુથિની એકાદશી (કૃષ્ણ પક્ષ) - 16 એપ્રિલ 2023
મોહિની એકાદશી (શુક્લ પક્ષ) - 01 મે 2023
જ્યેષ્ઠ માસ (જેઠ માસ)
અપરા એકાદશી (કૃષ્ણ પક્ષ) – 15 મે 2023
નિર્જલા એકાદશી,ભીમ અગિયારસ (શુક્લ પક્ષ) - 31 મે 2023
અષાઢ માસ
યોગિની એકાદશી (કૃષ્ણ પક્ષ) - 14 જૂન 2023
દેવશયની એકાદશી (શુક્લ પક્ષ) - 29 જૂન 2023
શ્રાવણ માસ
કામિકા એકાદશી (કૃષ્ણ પક્ષ) - 13 જુલાઈ 2023
પુત્રદા એકાદશી - 27 ઓગસ્ટ 2023
અધિક માસ
પદ્મિની એકાદશી (કૃષ્ણ પક્ષ) - 29 જુલાઈ 2023
પરમ એકાદશી (શુક્લ પક્ષ) - 12 ઓગસ્ટ 2023
ભાદ્રપદ (ભાદરવો) માસ
અજા એકાદશી (કૃષ્ણ પક્ષ) - 10 સપ્ટેમ્બર 2023
પરિવર્તિની એકાદશી (શુક્લ પક્ષ) - 25 સપ્ટેમ્બર 2023
અશ્વિન (આસો) માસ
ઇન્દિરા એકાદશી (કૃષ્ણ પક્ષ) - 10 ઓક્ટોબર 2023
પાપંકુશા એકાદશી (શુક્લ પક્ષ) - 25 ઓક્ટોબર 2023
કારતક માસ
રમા એકાદશી (કૃષ્ણ પક્ષ) - 9 નવેમ્બર 2023
દેવુથની એકાદશી (શુક્લ પક્ષ) - 23 નવેમ્બર 2023
માર્ગશીર્ષ (માગસર) માસ (અઘાન)
ઉત્પન્ના એકાદશી (કૃષ્ણ પક્ષ) - 8 ડિસેમ્બર 2023
મોક્ષદા એકાદશી (શુક્લ પક્ષ) - 22 ડિસેમ્બર 2023