- 12 ડિસેમ્બરે ઉજવાશે ભોમવતી અમાસ
- હનુમાનજીની પૂજાથી પિતૃદોષ અને મંગળદોષ દૂર થશે
- દાન અને પુણ્ય કરવાથી મળશે પુણ્ય અને વધશે સમૃદ્ધિ
હિંદુ ધર્મમાં અમાસનું ઘણું મહત્ત્વ હોય છે. આ દિવસે ઈશ્વરની કૃપા માટે વિશેષ પૂજા પાઠ કરવામાં આવે છે. વર્ષ 2023ની છેલ્લા અમાસ આ વર્ષે 12 ડિસેમ્બર મંગળવારે રહેશે. આ અમાસને ભોમવતી અમાસ કહેવાશે.
શું છે ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ અમાસમાં હનુમાનજીની પૂજા કરાય છે. તેનાથી મંગળ દોષ અને પિતૃદોષ દૂર થાય છે અને સાથે સંકટથી મુક્તિ મળે છે. આ દિવસે પૂજા કરવાથી મંગળ દોષ અને પિતૃદોષ દૂર થાય છે. સાથે ઘરમાં સુખ અને વૈભવ પણ વધે છે. આ દિવસે પિતૃઓની વિશેષ પૂજાથી પુણ્ય મળે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાનનું ખાસ મહત્ત્વ છે. અમાસ સોમવારે હોય તો સોમવતી અમાસ કહેવાય છે. આ વખતે ભગવાન શિવની પૂજાનું વધારે મહત્ત્વ રહે છે. તો જાણો અમાસની પૂજન વિધિ અને શું છે પૂજનનું શુભ મૂહૂર્ત.
ક્યારે ઉજવાશે અમાસ
ભોમવતી અમાસ 12 ડિસેમ્બરે મંગળવારે ઉજવાશે. માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન અને દાન કરીને પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સાથે કુંડળીમાં રહેલા મંગળ દોષથી રાહત મળે છે. આ વખતે અમાસ સવારે 6.24 મિનિટે શરૂ થશે અને 13 ડિસેમ્બરે સવારે 5.01 મિનિટે સમાપ્ત થશે. સ્નાન માટેના શુભ સમયની વાત કરીએ તો સવારે 5.14 મિનિટથી લઈને 6.43 મિનિટ સુધીનો સમય છે. તર્પણનો શુભ સમય બપોરે 11.54થી 12. 35 મિનિટ સુધીનો છે.
શા માટે આ અમાસ ખાસ છે
માન્યતાઓ અનુસાર મંગળવારે આવનારી આ અમાસે વ્રત અને પૂજન કરવાથી હનુમાનજીની સાથે પિતૃઓ પણ પ્રસન્ન થશે અને સાથે કુંડળીના મંગળ દોષ અને પિતૃદોષથી પણ રાહત મળશે. ઉધારમાં ડૂબેલા લોકો આ દિવસે પૂજા કરશે તો તેમને રાહત મળશે. ઘરમાં સુખ શાંતિ અને વૈભવ પણ મળશે.