- ઘરનો મુખ્ય દરવાજો અને તેની આસપાસનું સ્થાન સાફ રાખો
- ઘરમાં તમાલપત્ર બાળવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે
- મુખ્ય દરવાજા પર કાળો નહીં પણ બ્રાઉન કલર કરવો લાભદાયી
માનવામાં આવે છે કે વાસ્તુની આપણા જીવન પર સકારાત્મક અસર થાય છે. વાસ્તુના અનુસાર ઘરની અનેક ચીજો યોગ્ય સ્થાને રાખવામાં આવે તો ઘરમાં પોઝિટિવ એનર્જીનો પ્રભાવ રહેશે અને સાથે નેગેટિવ એનર્જી દૂર થશે. તેનાથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે.
યોગ્ય વસ્તુને યોગ્ય સ્થાને રાખો
તમામ લોકો ઘરને સારી રીતે સજાવવાનું પસંદ કરે છે પણ જો યોગ્ય સજાવટને યોગ્ય સ્થાને વાસ્તુ અનુસાર રાખવામાં આવે તો ઘરનો માહોલ બદલાઈ શકે છે. ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ઘરના લોકોની વચ્ચે પ્રેમ કાયમ રહે છે. તમામના મન પણ શાંત રહે છે.
વાસ્તુ અનુસાર જાણો સરળ ઉપાયો
વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો અને તેની આસપાસનું સ્થાન સાફ રાખો. ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય કચરો ન રાખો. ઘરની સીડીની નીચે કે ઘરના બેડરૂમમાં પણ પૂજાનું મંદિર ન રાખો. ધનલાભ માટે ઘરના મુખ્ય દરવાજાના દક્ષિણ પૂર્વમાં ગણેશજીની મૂર્તિ અને મોરપંખ લગાવીને રાખો.
કપૂર અને ધૂપથી મળશે મદદ
માનવામાં આવે છે કે સુખદાયક અને મનને શાંતિ આપનારું સંગીત ઘરમાં ખુશી અને ધન સમૃદ્ધિને આકર્ષિત કરે છે. આ માટે ઘરના મુખ્ય દરવાજે ઘંટડી કે વિંડ ચાર્મ અચૂક લગાવો. ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે ઘરમાં દીવો કરો અને કપૂર બાળો. આ સાથે જો તમે ધૂપ કરો છો તો તેનો પ્રભાવ વધી જાય છે અને ઘરમાં શાંતિનો માહોલ રહે છે.
તમાલપત્રનો ઉપયોગ આપશે ફાયદો
ઘરના વાતાવરણને પવિત્ર કરવા માટે તજ પણ બાળી શકાય છે. ઘરમાં તમાલપત્ર બાળવાથી પણ વાતાવરણ શુદ્ધ બને છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે. ઘરમાં રોજ શ્લોક, ભજન,મંત્ર કે આરતી કરો. આ સિવાય શ્લોક,મંત્ર કે ભજનનો ઓડિયો ચાલુ રાખો. તેનાથી મનને શાંતિ મળે છે. જો ઘરમાં તૂટેલા વાસણો હોય તો તેને ઘરમાંથી દૂર કરો.
બિનઉપયોગી ચીજોને ઘરની બહાર કાઢો
ઘરમાં અનેક ચીજો એવી હોય છે જેનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી. એવી ચીજો વાતાવરણને બગાડે છે અને લાંબા સમયથી ઉપયોગમાં ન આવતી હોય તો તેને તરત જ ઘરની બહાર કરીલદો. ઘરના મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તે જરૂરી છે. તેને એ રીતે બનાવડાવવો કે તે દક્ષિણ દિશામાં ખૂલે.
દરવાજા પર કાળો રંગ ન કરવો
વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર કાળો રંગ ન કરાવો. કાળા રંગને બદલે ડાર્ક બ્રાઉન કલર કરો. વાસ્તુ અનુસાર ઘરમાં વહેતું પાણી, વહેતું ઝરણું, વહેતી નદીના ફોટો લગાવો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને ધનલાભ પણ થાય છે.