• 20 નવેમ્બર સુધી ચાલશે છઠ પૂજા
  • વ્રત રાખનારી મહિલાાઓ આસ્થા સાથે કરે છે 36 કલાકના ઉપવાસ
  • માટીના વાસણમાં બનેલું અને ચૂલા પર બનેલું ખાવાનું શુભ મનાય છે

હિંદુ ધર્મમાં પંચાગના અનુસાર ઉજવાતો સૌથી મોટો તહેવાર છઠની શરૂઆત આવતીકાલ શુક્રવારથી થશે. આ તહેવાર કારતક મહિનાની શુક્લ પક્ષની છઠના રોજ ઉજવાય છે. જે સૂર્ય દેવ અને છઠી માતાને સમર્પિત છે. 17 નવેમ્બર અને શુક્રવારે નહાય ખાયથી તેની શરૂઆત થશે અને તે 20 નવેમ્બરે સૂરજ ઉગતાઅર્ધ્ય આપીને સમાપ્ત થશે. 4 દિવસ ચાલતા આ પર્વને વિધિ વિધાન અને નિયમોના આધારે અનુસરવામાં આવે છે. પૂજા સમયે વ્રતી મહિલાઓ આસ્થા સાથે ઉપવાસ કરે છે અને સાથે સંતાન અને પરિજનોના ભવિષ્યની સફળતા માટે કામના કરે છે. છઠમાં સામેલ થતા પહેલા તેની સાથેના નિયમોનું પાલન કરી લેવું જરૂરી બને છે.

આ રીતે કરાશે વ્રત

આ પૂજામાં પહેલા દિવસે નહાય ખાય ઊજવાય છે જે શુક્રવારે થશે. ખરના 18 નવેમ્બરે અને 19 નવેમ્બરે સંધ્યા અર્ધ્ય અપાશે. આ પછી 20 નવેમ્બરે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે. જે 20 નવેમ્બરે ઉજવાશે.

પૂજામાં શું રાખશો ધ્યાન

આ એક એવું પર્વ છે જેમાં શુદ્ધતાનું ખાસ ધ્યાન રખાય છે. આ દિવસની શરૂઆત જ નહાય ખાયથી કરાય છે અને તેના માટે પ્રસાદ બનાવતી સમયે પવિત્રતાનું ધ્યાન રાખવું જરૂરી બને છે. કોઈ પણ ચીજને અપવિત્ર હાથથી અડો નહીં. આ સિવાય ખરના માટે પ્રસાદ બનાવતી સમયે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. પ્રસાદ બનાવતી સમયે પૂજાની જગ્યાને સાફ કરો અને તૈયારીઓ પહેલા ગંગાજળ છાંટો. આમ કરવાથી પ્રસાદ બનવાની જગ્યા પવિત્ર થાય છે. આજે ધ્યાન રાખો કે પૂજામાં ચાંદી, સ્ટીલ, પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરાય. આ દિવસે માટીના ચૂલાનો અને માટીના વાસણોનો ઉપયોગ કરો. શાસ્ત્રોમાં માટીના બનેલા ચૂલા અને વાસણને પવિત્ર માનવામાં આવે છે. સાથે તે શુભતાનું પ્રતીક પણ છે. જ્યારે તમે આ વ્રત કરો છો તો ધ્યાન રાખો કે સૂર્યદેવને અર્ધ્ય આપતા પહેલા કંઈ પણ ખાવું પીવું નહીં. આ સમયે જમીન પર સૂવું અને સાથે પૂજાના ચોખા અને સિંધવ મીઠાનું સેવન કરવું. જો વ્રતી મહિલા તમામ નિયમોનું પાલન કરીને વ્રત કરે છે તો તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે છે.  

  • Follow us on: