• વાસણોની ખરીદી પણ લાભદાયી
  • ચાંદીના સિક્કાની ખરીદી પણ શુભ રહેશે
  • સાવરણી, ચોખા, શ્રીયંત્રની ખરીદી મનાય છે લાભદાયી

ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની તેરસે ઉજવાય છે. આ દિવસે દિવાળીની શરૂઆત થઈ જાય છે. ધનતેરસ 10 નવેમ્બરે ઉજવાશે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદી અને વાસણ ખરીદે છે. માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીના વાસણની ખરીદીથી અનેક લાભ થશે. આ સિવાય અનેક ચીજો છે જેની ખરીદી આ દિવસે શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓને ઘરમાં લાવવાથી બરકત આવે છે. તો જાણો કઈ છે આ ચીજો.

ધનતેરસના દિવસે અચૂક ખરીદો આ ચીજો

ધનતેરસે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. જો કે દરેક વ્યક્તિ સોનાની ખરીદી કરી શકતા નથી. તમે સોનું ન ખરીદી શકો તો આ દિવસે પિત્તળની કોઈ ચીજ ખરીદો. આ દિવસે તેની ખરીદી શુભ માનવામાં આવે છે.

ચાંદીનો સિક્કો ખરીદવો લાભદાયી

ધનતેરસના દિવસે ચાંદીનો એક સિક્કો ખરીદીને ઘરે લાવો. આ દિવસે ચાંદીનો સિક્કો ઘરે લાવવાનું લાભદાયી રહે છે. શક્ય હોય તો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ હોય તેવા સિક્કાની ખરીદી કરો અને તેને દિવાળીની પૂજામાં સામેલ કરો.

સાવરણીની ખરીદી રહેશે શુભ

ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી સારી માનવામાં આવે છે. શાસ્ત્રઓમાં સાવરણીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે સાવરણી ખરીદવાથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

ચોખાની ખરીદી

આ દિવસે ઘરમાં ચોખા લાવવાનું પણ સારું રહે છે. ચોખાને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં ચોખા લાવવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધનમાં વધારો થાય છે.

ગોમતી ચક્ર

ધનતેરસના દિવસે ઘરમાં 11 ગોમતી ચક્ર ખરીદીને લાવો. દિવાળીના દિવસે આ ચક્રોની પૂજા કરો અને પછી તેને એક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. માનવામાં આવે છે કે આ કામ કરવાથી ઘરમાં સંપન્નતા આવે છે અને ઘરના લોકો નિરોગી રહે છે.

શ્રીયંત્ર

શ્રીયંત્ર મા લક્ષ્મીને પ્રિય હોય છે. ધનતેરસના દિવસે શ્રીયંત્રને ઘરમાં લાવો અને દિવાળીના દિવસે પૂજા કરો. આમ કરવાથી લક્ષ્મી માતાની કૃપા બની રહે છે.

ધાણાના બીજ

ધનતેરસના દિવસે ધાણાના બીજ ખરીદીને ઘરે લાવવાનું શુભ રહેશે. આ દિવસે ધાણાના બીજ લાવીને માતા લક્ષ્મીને અર્પણ કરો. થોડા બીજને ઘરના બગીચામાં વાવો. તેનાથી ઉગતી કોથમીર ઘરમાં સમૃદ્ધિ અને આનંદ લાવશે.  

  • Follow us on: