- કોડી મળે તો સમજો કે જલ્દી જ તમારું ભાગ્ય ચમકશે
- સિક્કા મળવાનો અર્થ છે તમને ધન લાભ થઈ શકે છે
- લાલ કોરા કપડા મળવા માતા લક્ષ્મીની પ્રસન્નતાનો સંકેત
ગણતરીના દિવસો બાદ દિવાળીનું પર્વ શરૂ થશે. 10 નવેમ્બરે ધનતેરસથી દિવાળીનો ઉત્સવ શરૂ થશે. 12 નવેમ્બરે દિવાળી ઉજવાશે. હાલમાં અનેક ઘરમાં દિવાળીની સાફ સફાઈ થઈ રહી છે. આ સમયે તમે અનેક ચીજોને ફેંકી દો છો અને અનેક ચીજોને સજાવો છો તો અનેક ચીજો નવી લાવો છો. જો દિવાળીની સાફ સફાઈમાં તમને કેટલીક ખાસ ચીજો મળી આવે છે તો તમારું સૂતેલું નસીબ જાગે છે અને માતા લક્ષ્મી તમારી પર મહેરબાન થાય છે. તો જાણો કઈ ચીજો મળે તો તમારી પ્રગતિના દ્વાર ખૂલશે.
કોડી
દિવાળીની સફાઈ સમયે કોડી મળે તો સમજો કે જલ્દી જ તમારું ભાગ્ય ચમકશે. કોડી માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં કોડી મળવું એ આર્થિક સંકટ દૂર થવાનો સંકેત માનવામાં આવે છે.
સિક્કા
દિવાળીની સફાઈમાં સિક્કા કે અચાનક કોઈ જૂના કપડામાંથી નોટ મળે છે તો તેને શુભ માનવામાં આવે છે. સિક્કા મળવાનો અર્થ છે તમને ધન લાભ થઈ શકે છે.
લાલ કોરા કપડા
લાલ કોરા કપડા દિવાળીની સફાઈ પહેલા મળે તો તે માતા લક્ષ્મીની પ્રસન્નતા દેખાડે છે. એટલે કે દેવી લક્ષ્મી જલ્દી મહેરબાન થશે અને તમને ઉધારમાંથી રાહત મળશે.
ચોખા
જો સાફ સફાઈ કરતી સમયે કોઈ પોટલી કે કપડાંમાંથી ચોખા મળે છે તો તેને શુભ માનવામાં આવે છે. ચોખા દેવતાઓને પ્રિય હોય છે. અચાનક ચોખા મળવાથી ઘરમાં બરકત આવે છે. ભૂલથી પણ તેને ફેંકો નહીં.
શું ફેંકશો
દિવાળીની સફાઈમાં કેટલીક ચીજોને ઘરની બહાર કાઢી દેવાથી ફાયદો થાય છે. જેમ કે બંધ ઘડિયાળ, ખંડિત મૂર્તિઓ, ફાટેલા જૂતા વગેરે. આમ કરવાથી ઘરની નકારાત્મકતા જલ્દી દૂર થાય છે.