• યમરાજની પૂજાથી નાની ઉંમરે મૃત્યુનો ખતરો ઘટે છે
  • આ દિવસે સોના-ચાંદી, પિત્તળના વાસણની ખરીદીથી વધશે સમૃદ્ધિ
  • અકાળ મૃત્યુ અને શત્રુઓથી મુક્તિ મેળવવાનો દિવસ છે ધનતેરસ

દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની તેરસે ઉજવાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવા, નવો સામાન ખરીદવાનું મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે સોના-ચાંદી, પિત્તળના વાસણો ખરીદવાથી અપાર ધન અને સમૃદ્ધિ મળે છે. સાથે ધનતેરસના દિવસે અકાળ મૃત્યુ અને શત્રુઓથી મુક્તિ મળે છે. ધનતેરસના દિવસે એક સરળ ઉપાય કરી લેવાથી અકાળ મૃત્યુના ભયને ટાળી શકાય છે.

ફક્ત ધનતેરસે કરાય છે યમદેવની પૂજા

આખા વર્ષમાં ફક્ત ધનતેરસનો દિવસ છે જ્યારે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાની સાથે દીપ દાન પણ કરાય છે. કેટલાક લોકો નરક ચતુર્દશીના દિવસે પણ દીપ દાન કરે છે. સ્કંદ પુરાણના અનુસાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસે સાંજે ઘરની બહાર યમદેવના ઉદ્દેશ્યથી દીવો રાખવાથી નાની ઉંમરમાં મૃત્યુનો ખતરો ઘટે છે.

ધનતેરસનો ઉપાય

અકાળ મૃત્યુ અને શત્રુઓથી મુક્તિ મેળવવા માટે તેરસે ઘરની બહાર યમરાજના નામના દીવાનું દાન કરો. આ દિવસે દીપ દાન કરીને મૃત્યુનો નાશ કરી શકાય છે. આ માટે માટીનો દીવો બનાવીને સરસિયાના તેલનો દીવો કરો અને તેને ઘરમાં પ્રગટાવો. તેને ઘરથી બહાર દૂર લઈ જઈને ગટરમાં કે કચરા પાસે દક્ષિણની દિશામાં મોઢું કરીને રાખો. તેના બાદ જળ પણ ચઢાવો. આ કામ સૂર્યાસ્ત બાદ જ કરો. સારું એ રહેશે કે રાતના સમયે આ કામ કરો. જ્યારે પરિવારના તમામ સભ્યો ઘરે આવી જાય. પરિવારના લોકોના મૃત્યુનું સંકટ ઘટશે અને પ્રેમ વધશે. આ સિવાય દીપ દાનથી પણ મૃત્યુનો ભય ઘટે છે. 

  • Follow us on: