• કાળો રંગ અશુભ અને નકારાત્મકતાનું પ્રતિક
  • સફેદ રંગ શોકનું પ્રતિક હોવાથી ન પહેરો
  • ભૂરો રંગ દુઃખનું પ્રતિક માનવામાં આવે છે

કરવા ચોથના દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. આ વર્ષે આ તહેવાર 1 નવેમ્બરે ઉજવાશે. આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે. સાથે મહિલાઓ આ દિવસે સજી ધજીને તૈયાર થાય છે. આ કારણે આ દિવસ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ કપડાની પસંદગીને લઈને ખાસ ધ્યાન આપે છે. પરંતુ શું તમને એ ખ્યાલ છે કે આ દિવસે કેટલાક રંગના કપડાં જરા પણ પહેરવા નહીં, જો તમે આ દિવસે ભૂલ કરો છો તો તમારા પતિ પર મુશ્કેલીઓ વધી શકે છે.

કાળો રંગ

આ દિવસે મહિલાઓએ કાળા રગંના કપડા પહેરવા નહીં. આ રંગ અશુભ અને નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ માટે હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કામ કરતી સમયે કે પૂજા કરતી સમયે કાળા રંગના કપડા પહેરવાની મનાઈ છે. જો કે મંગળસૂત્ર અને કાજલનો ઉપયોગ કરી શકાય છે. કેમકે તે ખરાબ નજરથી બચાવે છે.

સફેદ રંગ

હિંદુ ધર્મમાં સફેદ રંગને અશુભ માનવામાં આવે છે અને કોઈ પણ મૃત વ્યક્તિના શોકમાં તેનો ઉપયોગ કરાય છે. આ માટે આ દિવસે મહિલાઓ સફેદ રંગના કપડાં ન પહેરે તે હિતાવહ છે. તેની સાથે આ દિવસે સફેદ રંગની ચીજો જેમકે દહીં-દૂધ કે સફેદ કપડાંનું દાન કરો.

ભૂરો રંગ

ભૂરા રંગના કપડા પણ અશુભ માનવામાં આવે છે. તે દુઃખનો સંકેત માનવામાં આવે છે. પરિણીત મહિલાઓ આ શુભ દિવસે તેને ન પહેરે તે યોગ્ય છે.

આ રંગની સાડી પહેરો

લાલ રંગને સુહાગનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં આ સમયે મહિલાઓ લાલ, મરૂન, લીલા રંગની સાડી પહેરે તે શુભ માનવામાં આવે છે. આ રંગના કપડાંથી ભગવાન પ્રસન્ન થાય છે અને સાથે તમારી પૂજા પણ સફળ થાય છે. 

  • Follow us on: