નવરાત્રિ બાદ દશેરા પર્વને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દિવસે વિવિધ સ્થળોએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. રાવણ દહન કરવામાં આવે છે. અસત્ય પર સત્યના જીતની ઉજવણી કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે ખરા કે દશેરા પર્વ કેમ ઉજવાય છે. સૌથી પહેલા રાવણનું દહન ક્યારે કરવામાં આવ્યું. કોણે તેની શરૂઆત કરી. આવો જાણીએ.
વિજયાદશમી પર વિવિધ સ્થળોએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ પૂતળા દહનનો ઈતિહાસ બહુ જૂનો નથી, તેની પરંપરા આઝાદી પછી જ શરૂ થઈ હતી. બિહારના એક શહેરમાં સૌથી પહેલા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું જે હવે ઝારખંડ રાજ્યનો ભાગ છે. ચાલો અહીં રાવણ દહનનો સંક્ષિપ્ત ઈતિહાસ અને તેની શરૂઆત ક્યાંથી થઈ તે સમજીએ.
સૌ પ્રથમ ક્યાં થયુ રાવણ દહન ?
- આ વિશે કોઈ પુષ્ટિ થયેલ તથ્યપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે રાવણના પૂતળાનું દહન સૌપ્રથમ રાંચી શહેરમાં થયું હતું જે અગાઉ બિહારનો એક ભાગ હતો અને હવે ઝારખંડ રાજ્યનો એક ભાગ છે. વર્ષ 1948માં અહીં રાવણ દહન કરવામાં આવ્યું હતું.
- વિભાજન બાદ વર્ષ 1948માં પાકિસ્તાનથી ભારત આવેલા કેટલાક શરણાર્થી પરિવારોએ રાવણ દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. અહીં શરૂઆતમાં આ કાર્યક્રમ ખૂબ જ નાના પાયે આયોજિત કરવામાં આવ્યો હતો પરંતુ પછીથી તે વધુ ભવ્ય સ્વરૂપમાં યોજાવા લાગ્યો.
- રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં 17 ઓક્ટોબર 1953ના રોજ પ્રથમ રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાવણનું પૂતળું કાગળ કે લાકડાને બદલે કપડાંની મદદથી તૈયાર કરવામાં આવ્યું હતું.
- નાગપુરમાં જ્યારે પહેલીવાર રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું ત્યારે તે 35 ફૂટ ઊંચો હતો અને તે દરમિયાન તેને ઊભો કરવા માટે ક્રેન જેવી સુવિધા ઉપલબ્ધ નહોતી. આવી સ્થિતિમાં, 50 લોકો એક મોટી સીડી પર ચઢ્યા અને 100 અન્ય લોકોએ દોરડાની મદદથી પૂતળાને જમીન પર ઉભુ કર્યુ હતું અને પછી તેનું દહન કર્યુ હતું.
ત્રેતાયુગથી ચાલી આવતી કથા
રાવણના પૂતળાનું દહન કરવાની પરંપરા ભારતમાં દશેરાના તહેવારનો મુખ્ય ભાગ છે. દશેરાની આ પરંપરા રાવણ દહન સાથે જોડાયેલી છે, જે ભગવાન રામ દ્વારા રાવણના વધ અને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ પરંપરાની શરૂઆત વિશે કોઈ ચોક્કસ તારીખ ઉપલબ્ધ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. રામાયણ અનુસાર, જ્યારે ભગવાન રામે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો, ત્યારે લોકોએ આ વિજયની યાદમાં રાવણના પૂતળા બાળવાનું શરૂ કર્યું હતું. આ પૌરાણિક કથા ત્રેતાયુગથી કહેવામાં આવી છે, જે માનવ ઇતિહાસનો પ્રાચીન યુગ છે.
ઉત્સાહ પૂર્વક ઉજવાય છે રાવણ દહન
જો આપણે આધુનિક દશેરાની ઉજવણી વિશે વાત કરીએ, તો એવું માનવામાં આવે છે કે આ પરંપરા ઉત્તર ભારતમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં 19મી સદીમાં વધુ લોકપ્રિય બની હતી. હાલમાં ભારતના મોટાભાગના ભાગોમાં દશેરાના દિવસે રાવણ દહન ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.