ગણેશ ચતુર્થીએ હિન્દુ ધર્મનો એક મુખ્ય અને અત્યંત લોકપ્રિય તહેવાર છે. આ 10 દિવસનો તહેવાર છે જે ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. દેશભરમાં આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, ગુજરાતમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. લોકો આ દિવસે પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે, તેમની પૂજા કરે છે અને પછી 10મા દિવસે 'ગણેશ વિસર્જન' કરે છે. આ તહેવાર ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ છે. આમાંની સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ વાર્તા ભગવાન ગણેશના જન્મ સાથે સંબંધિત છે.


ભગવાન ગણેશના જન્મની કથા

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એક વખત દેવી પાર્વતીને સ્નાન કરવા જવુ હતુ તેમણે કોઈને દ્વારપાલ તરીકે નિયુક્ત કરવા પડ્યા જેથી કોઈ અંદર ન આવી શકે. તેમણે પોતાની યોગ શક્તિથી એક બાળકનું સર્જન કર્યું આ બાળક બીજું કોઈ નહીં પણ ખુદ ગણેશ હતા. દેવી પાર્વતીએ બાળકને સ્નાન કરતી વખતે કોઈને અંદર ન આવવા દેવાનો આદેશ આપ્યો. બાળ ગણેશ તેમની માતાના આદેશનું પાલન કરીને દરવાજાની રક્ષા કરી રહ્યા હતા. ભગવાન શિવ આવ્યા અને અંદર જવાનો પ્રયાસ કર્યો. ગણેશજીએ તેમને અંદર જતા અટકાવ્યા. ભગવાન શિવ ગુસ્સે થયા કે એક બાળક તેમને રોકી રહ્યું છે. શિવજીને ક્રોધ આવ્યો.

જેમ જેમ વિવાદ વધતો ગયો, ભગવાન શિવ ગુસ્સે થયા અને તેમના ત્રિશૂળથી ગણેશજીનું માથું કાપી નાખ્યું. ચારે બાજુ હોબાળો મચી ગયો. દેવી પાર્વતીને દેવતાઓ અને ઋષિઓએ શાંત કરવાનો પ્રયાસ કર્યો. પછી ભગવાન શિવે તેમના ગણોને ઉત્તર દિશા તરફ જવા અને તેમને મળેલા પ્રથમ પ્રાણીનું માથું લાવવા કહ્યું.

ગણોને એક હાથી મળ્યો, જેનું માથું તેઓ લાવ્યા. ભગવાન શિવજીએ હાથીનું માથું ગણેશજીના ધડ સાથે જોડી દીધું શિવે ગણેશજીને આશીર્વાદ આપ્યા કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા તેમની પૂજા કરવામાં આવશે. આથી જ દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનું મહત્વ

ભગવાન ગણેશને શાણપણ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જ્ઞાન, સમૃદ્ધિ અને સફળતા મળે છે. તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે 'અવરોધો દૂર કરનાર'. પ્રથમ પૂજ્ય દેવની થાય પૂજા અર્ચના

ગણેશ ચતુર્થીનો તહેવાર લોકોને એકસાથે લાવે છે. પંડાલો શણગારે છે, ગણેશજીની પૂજા કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. તે સમુદાયની ભાવનાને મજબૂત બનાવે છે. આ રીતે, ગણેશ ચતુર્થી ફક્ત ધાર્મિક વિધિ નથી, પરંતુ એક એવો તહેવાર છે જે શ્રદ્ધા, જ્ઞાન અને સામાજિક એકતાનો સંદેશ આપે છે. તે આપણને શીખવે છે કે આપણે જીવનમાં આવતા અવરોધોને દૂર કરીને આગળ વધી શકીએ છીએ.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: