• સફેદ કપડા, ખાંડ, ચોખા, દહીં, ચાંદીનું દાન કરવું
  • કોડીના ખાસ ઉપાયથી દેવી લક્ષ્મી થશે પ્રસન્ન
  • માતા લક્ષ્મીને મખાણાની ખીરનો ભોગ ચઢાવો

હિંદુ ધર્મમાં જેઠ (જયેષ્ઠ) મહિનામાં આવનારી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક રીતે આ દિવસ શુભ અને મહત્ત્વનો માનવામાં આવે છે કેમકે તિથિ પર ચંદ્રદેવ પોતાના પૂર્ણરૂપમાં દેખાય છે. માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાનથી મનોકામના પૂરી થાય છે. આ સાથે બ્રાહ્મણને ચંદ્રમા સાથે જોડાયેલી વસ્તુઓ સફેદ કપડા, ખાંડ, ચોખા, દહીં, ચાંદીનું દાન કરવું. માન્યતા છે કે કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત હોય તો જીવનમાં ખુશી આવે છે.

પવિત્ર નદીમાં સ્નાનનું છે મહત્ત્વ

જેઠ પૂર્ણિમાના દિવસે ગંગા કે પછી અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું જરૂરી છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. સાથે ઘરમાં ક્યારેય આર્થિક તંગી રહેતી નથી. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ગંગા સ્નાન, દાન-પુણ્ય, સત્યનારાયણ વ્રત અને ચંદ્રમાને અર્ધ્ય આપવાનું ફળદાયી માનવામાં આવે છે.

જાણો જેઠ પૂર્ણિમાએ પૂજાના મૂહુર્ત

પૂનમ તિથિનો આરંભ 21 જૂન 2024ના રોજ સવારે 6.01 મિનિટે થશે. આ તિથિ 22 જૂન 2024ના રોજ સવારે 5.07 મિનિટે થશે. આ સમયે પૂનમનું વ્રત 21 જૂન શુક્રવારે રખાશે. સાથે જ પૂર્ણિમાએ સ્નાન-દાન 22 જૂન શનિવારે કરવાનું શુભ રહેશે.

જાણો શું છે જેઠ પૂર્ણિમાના ઉપાયો

આર્થિક તંગીથી છૂટકારો મેળવવા માટે જેઠ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય બાદ કોઈ વાસણમાં દૂધ ભરીને તેમાં ખાંડ અને કાચા ચોખા મિક્સ કરીને ચંદ્રમાને અર્ધ્ય આપો. આ સમયે ચંદ્રમાના મંત્રનો જાપ કરવો. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

આ ઉપાયથી દેવી લક્ષ્મી થશે પ્રસન્ન

11 કોડીનો કરો ઉપાય

જેઠ પૂર્ણિમાના દિવસે 11 કોડીને લાલ કપડામાં લપેટીને કોઈ મંદિરમાં કે માતા લક્ષ્મીના ચરણોમાં રાખો. આ પછી માતા લક્ષ્મીની પૂજા કરો અને ચોકી પર હળદર કે કેસરનું તિલક કરો. આ પછી આ કોડીને કપડાની સાથે તિજોરીમાં રાખી લો. માન્યતા છે કે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા કાયમ રહે છે અને ઘરમાં ધનની ખામી રહેતી નથી.

ઈચ્છા પૂરી કરવા માટે

જો તમારા મનમાં કોઈ ઈચ્છા છે અને તમે તેને પૂરી કરવા ઈચ્છો છો તો તમે જેઠ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરો. આ સમયે દૂધમાં મધ અને ચંદન મિક્સ કરો અને ચંદ્રમાને અર્ધ્ય આપો. માનવામાં આવે છે કે તેનાથી તમારી તમામ મનોકામના પૂરી થાય છે.

પીપળાને જળ અર્પણ કરો

જેઠ મહિનાની પૂનમના દિવસે સવારે જલ્દી ઊઠીને પીપળાના ઝાડ પર જળ અને મિઠાઈ ચઢાવો. કહેવાય છે કે તેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર રહેશે અને માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે.

ખીરનો ભોગ ચઢાવો

જેઠ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને મખાણાની ખીરનો ભોગ ચઢાવો. આ દેવીનો પ્રિય ભોગ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ભોગને ચઢાવવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. સાથે ઘરમાં ધન અને સંપત્તિ વધે છે. આ સાથે દેવી લક્ષ્મીને ખીરનો ભોગ ચઢાવીને પ્રસન્ન કરી શકાય છે.

જેઠ પૂર્ણિમાએ શું ન કરવું

  • આ દિવસે તામસિક ચીજો ખાવી નહીં
  • આ દિવસે વાળ અને નખ કાપવા નહીં
  • જીવનસાથીની સાથે વિવાદ કે ચર્ચા કરવી નહીં
  • પૂર્ણિમાના દિવસે જુગાર, સટ્ટો જેવા કામ કરવાનું ટાળો
  • આ દિવસે માતા અને મોટાનું અપમાન ન કરો. 

  • Follow us on: