• સાંજે 5.36થી 6.54 સુધી પૂજા માટે બેસ્ટ મૂહૂર્ત
  • 8.15 મિનિટે થશે ચંદ્રોદય, ખોલી શકાશે વ્રત
  • કરવા, શણગાર, પ્રસાદ માટે કરી લો તૈયારી

1 નવેમ્બરના રોજ પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનું વ્રત કરશે. આ દિવસને અખંડ પ્રેમ, સન્માન અને ત્યાગની ચેતનાનું પ્રતીક માનવામાં આવે છે. આ વ્રત દામ્પત્ય જીવનમાં અપાર ખુશીઓ લઈને આવે છે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે સવારથી લઈને રાત સુધી અન્ન-જળ વિનાના ઉપવાસ કરે છે.

16 શણગાર સાથે માતાની પૂજા કરાય છે

કરવા ચોથમાં સાંજે 16 શણગાર કરીને કરવા માતાની પૂજા કરાય છે. રાતે ચંદ્રને અર્ધ્ય આપીને પતિના હાથથી જળ પીવામાં આવે છે. પરિણીત મહિલા માટે આ વ્રત ખાસ છે. એવામાં પૂજા કે વ્રતના સમયે કોઈ પણ ચીજની ખામી ન રહે તે માટે અત્યારથી જ વ્રતની સામગ્રી તૈયારી કરી લો તે જરૂરી છે.

ક્યારે નીકળશે ચંદ્ર

આ વર્ષે કરવા ચોથની પૂજા 1 નવેમ્બર 2023ના રોજ સાંજે 5.36થી સાંજે 6.54 સુધી કરી શકાશે. વ્રતની પૂજા માટે એક કલાક 18 મિનિટનો સમય મળશે. કરવા ચોથના દિવસે રાતે ચંદ્ર 8.15 મિનિટે નીકળશે.

કરવા ચોથની પૂજાની સામગ્રી

કરવા ચોથની પૂજા માટે ટોટીવાળો કરવો, કળશ, રોલી, કુમકુમ, મૌલી અને ચોખા, પાન, વ્રતની કથાની ચોપડી. દહીં, ખાંડ, ચંદન, ફૂલ, હળદર, ચોખા અને મીઠાઈ, ઘી, અત્તર, નારિયેળ, જનોઈની જોડી, અબીલ, ગુલાલ, મધ, દક્ષિણા અને કાચું દૂધ, ચાળણી, કપૂર, ઘઉં, દીવેટ, કરવા માતાનો ફોટો, દીવો, અગરબત્તી, લાકડાનું આસન, ગલવો, આઠ પૂરીની અઠાવરી.

સરગીની થાળીમાં રાખો આ વસ્તુઓ

16 શણગારની સામગ્રી, ડ્રાયફ્રૂટ્સ, ફળ, મિષ્ઠાન

શણગારના સામાન

કુમકુમ, મહેંદી, મહાવર, સિંદુર, કાંસકો, ચાંલ્લો, ચુંદડી, બંગડી, કાજલ, બિછુરી

જાણો ચાળણી અને કરવાનું મહત્ત્વ પણ

કરવાને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે. તેની ટોટી ગણેશજીની સૂંઢ છે. કરવામાં જળ ભરીને પૂજા કરીને અને ચંદ્રને અર્દ્ય આપવાથી મંગળ કામના પૂરી થાય છે. આ દિવસે સ્ત્રીઓ ચાળણીમાં દીવો રાખીને ચંદ્રનો અને પછી પતિનો ચહેરો જુએ છે. શાસ્ત્રો અનુસાર દીવો કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને એકાગ્રતા વધે છે.

 

  • Follow us on: