• કરવામાં માતાનો વાસ હોવાની માન્યતા છે
  • કરવામાં ઘઉંના દાણા અને ઢાંકણામાં ખાંડ ભરાય છે
  • ચંદ્રના દર્શન કર્યા બાદ પતિને જોવા ચાળણીનો અચૂક પ્રયોગ કરાય છે

વૈદિક પંચાંગ અનુસાર 2023માં કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી 2 દિવસની છે. આ તિથિ 31 ઓક્ટોબર રાતે 9.31 મિનિટથી શરૂ થશે અને 1 નવેમ્બરે રાતે 9.18 મિનિટે સમાપ્ત થશે. આ માટે 1 નવેમ્બરે કરવા ચોથનું વ્રત કરાશે.

મહિલાઓ ચંદ્ર દર્શન બાદ ખોલે છે વ્રત

આ દિવસે મહિલાઓ ચંદ્ર દર્શન કરીને વ્રત ખોલે છે. આ દિવસે સવારે જલ્દી ઉઠવું અને સાફ અને સ્વચ્છ કપડાં પહેરીને ગંગાડળ હાથમાં લઈને વ્રતનો સંકલ્પ કરવો. આ પછી ‘मम सुखसौभाग्य पुत्रपौत्रादि सुस्थिर श्री प्राप्तये कर्क चतुर्थी व्रतमहं करिष्ये’ મંત્રનો જાપ કરી લેવો. માતા પાર્વતી, ભગવાન શિવ અને ગણેશજીનું પૂજન કરાય છે.

ચાળણીથી શા માટે કરાય છે પતિના દર્શન

માન્યતા છે કે ચાળણીમાં અનેક કાણા હોય છે અને તેનાથી ચંદ્ર દર્શન કરવાથી કાણાની સંખ્યા જેટલી પ્રતિબિંબ દેખાય છે. હવે તેનાથી પતિને જોવાથી પતિની આયુ પણ એટલા જ ગણી વધે છે. આ માટે કરવા ચોથનું વ્રત કર્યા બાદ ચંદ્રને જોવાથી અને પતિના દર્શન કરવા માટે ચાળણીનો ઉપયોગ કરાય છે. આ સિવાય કરવા ચોથનું વ્રત અધૂરું રહે છે.

પૂજા બાદ કરવાનું શું કરવું

પૂજા બાદ કરવાને ફેંકો નહીં. પૂજા બાદ તેને સાફ કરીને આવનારા કરવા ચોથ પર યૂઝ કરો અથવા કોઈ ઝાડની નીચે રાખી દો. કરવામાં ગંદગી ન કરો. તમે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી શકો છો. માન્યતા છે કે કરવામાં કરવા માતાનો વાસ હોય છે. માટે તેને ફેંકવો નહીં. તે માતાનું અપમાન કરવા બરાબર છે. તમે ઈચ્છો તો તેને રંગ કરીને તેમાં છોડ વાવી શકો છો. ધ્યાન રાખો કે તેનો અનાદર ન કરાય.

કરવામાં શું ભરવું

જ્યારે તમે કરવા ચોથની પૂજા માટે કરવો લો છો ત્યારે તેમાં ઘઉં અને તેના ઢાંકણામાં ખાંડ ભરો. આ પછી કરવા પર 13 રોલીની બિંદીને રાખીને હાથમાં ઘઉં કે ચોખા લો અને કરવા ચોથની વાર્તા સાંભળો. કથા સાંભળ્યા બાદ કરવા પર હાથ ફેરવીને મહિલાઓ પોતાની સાસુને પગે લાગે છે અને આશીર્વાદ લે છે. આ પછી કરવો તેમને આપે છે. અનેક જગ્યાએ કરવામાં દૂધ ભરાય છે અને સાથે તાંબા કે ચાંદીનો સિક્કો પણ નાંખવામાં આવે છે.

લોટના દીવાનો કરો પ્રયોગ

કરવા ચોથની પૂજામાં લોટના દીવાનો પ્રયોગ કરવાથી પતિની ઉંમર વધે છે અને મુશ્કેલીઓ ઘટે છે. આ પૂજામાં લોટનો દીવો ઉપયોગમાં લેવાથી કરવા માતા અને અન્નપૂર્ણા માતા ખુશ થાય છે. આ સાથે આર્થિક ઉન્નતિમાં આવી રહેલી બાધાઓ સમાપ્ત થાય છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

કરવા ચોથ અને સરગી

કરવાચોથ પર સરગીની મદદથી સાસુ વહુને સુહાગન રહેવાના આશીર્વાદ આપે છે. આ સાથે થાળીમાં 16 શણગારની સામગ્રી, ડ્રાયફ્રૂટ્સ, ફળ, મિઠાઈ આપે છે. આ પછી કરવા ચોથની વ્રત કથા સાંભળવામાં આવે છે. ચંદ્ર નીકળે ત્યારે ચાળણી કે જળમાં ચંદ્રમાને જોઈને તેની પૂજા અને અર્ધ્ય અપાય છે. પતિના ચહેરાને જોઈને પતિના હાથથી પાણી અને અન્ન ગર્હણ કરીને વ્રતનું સમાપન કરાય છે.

જાણો કરવા ચોથનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના લગ્નજીવનની પ્રગતિ અને આયુષ્ય માટે નિર્જલા વ્રત રાખે છે. આ વ્રત દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. પરિણીત મહિલાઓ ઉપરાંત અવિવાહિત છોકરીઓ પણ આ દિવસે વ્રત રાખે છે અને સારા વર માટે પ્રાર્થના કરે છે. આ દિવસે માતા પાર્વતી, ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતી દ્વારા કરવા ચોથનું વ્રત કરવામાં આવ્યું હતું. આ ઉપવાસ પછી તેમના લગ્ન શક્ય બન્યા.

  • Follow us on: