- ન્યૂડ લિપ કલરથી મળશે બેસ્ટ લૂક
- આંખ માટે બોલ્ડ શેડ એપ્લાય કરી શકો છો
- સ્કીન ટોનના આધારે લાઈટ ફાઉન્ડેશન કે બીબી ક્રીમ પસંદ કરો
થોડા દિવસોમાં કરવા ચોથનો તહેવાર આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કામના કરે છે અને નિર્જળા વ્રત રાખે છે. આ દિવસ માટે પરિણીત મહિલાઓ અનેક દિવસોથી તૈયારીઓ કરી લેતી હોય છે. આઉટફિટથી લઈને જ્વેલરી સુધી વ્રતમાં કેવા આઉટફિટ, એક્સેસરીઝ પહેરવી તે અંગે અસમંજસ રહે છે. પરંતુ આ બધુ પ્લાન કરી લેવામાં આવે તો છેલ્લા સમયે મેકઅપ જ મુશ્કેલ ટાસ્ક બને છે. મિનિમલ મેકઅપ હાલમાં ટ્રેન્ડમાં છે અને સાથે તમે તે માટેની કેટલીક વાતોને જાણી લેશો તો તમે પણ આ દિવસે સુંદર દેખાશો.
મિનિમલ મેકઅપ
આ વર્ષે મિનિમલ મેકઅપ ટ્રેન્ડમાં છે. અનેક પ્રકારની પ્રોડક્ટ્સને ચહેરા પર લગાવવાનું હવે ચલણમાં નથી. થોડો મેકઅપ કે ન્યૂડ મેકઅપ હવે મેકઅપ વર્લ્ડમાં સૌથી મોટો ટ્રેન્ડ બની રહ્યો છે. મિનિમલ મેકઅપનો અર્થ છે કે ઓછી પ્રોડક્ટ્સના ઉપયોગથી નેચરલ લૂક મેળવવો.
ન્યૂડ લિપ કલર
ભારતીય મહિલાઓને મોટાભાગે રેડ અને પિંક કલરના બ્રાઈટ શેડની લિપસ્ટિકનો ઉપયોગ કરતા જોવા મળે છે. હવે મિનિમલ મેકઅપનો ટ્રેન્ડ આવ્યો છે. કોઈ પાર્ટીમાં બહાર જવું હોય કે ફેસ્ટિવ સીઝન હોય, ન્યૂડ લિપ્સની સાથે બ્રાઈટ કલરના આઈશેડો જેવા કે વાયોલેટ, બ્લૂ કે ગ્રીન વધારે સુંદર લાગે છે.
આંખ માટે બોલ્ડ શેડ
નવી દુલ્હન કરવા ચોથના દિવસે મિનિમલ મેકઅપમાં આંખને સુંદર દેખાડવા માટે બોલ્ડ શેડ એપ્લાય કરી શકે છે. પણ વાત આંખની આવે તો તેને અલગ લૂક આપો. આંખને સ્કીન ટોન અનુસાર મેકઅપ કરો.
આ સિવાય પોતાના સ્કિન ટોનના આધારે સામાન્ય ફાઉન્ડેશન કે પછી બીબી ક્રીમની પસંદગી કરો. તમે ફૂલ કવરેજ ફાઉન્ડેશન પણ લગાવી શકો છો. આ સાથે જ હાઈલાઈટરને નાકના ટોપ પર, ચીકબોન્સના સાઈડ્સ અને હોઠના ઉપર લગાવો.