• સૌથી પહેલા સાડીને ટ્રેડિશનલ નોર્મલ રીતે કૅરી કરો.
  • ઓઢણીને એક તરફથી પ્લીટ્સ બનાવો અને તેની પ્લીટ્સને નીચે સાથે પિનથી ફિક્સ કરો
  • લટકી રહેલી ઓઢણીને એક તરફથી ઉપર લો અને સરળતાથી પિનની મદદથી સેટ કરો

કરવા ચોથના દિવસે મહિલાઓ સાડી કે લહેંગા પહેરવાનું પસંદ કરે છે. લહેંગાની સાથે ઓઢણી ડ્રેપ કરવાનું સરળ હોય છે. પણ મહિલાઓ જે સાડી પહેરે છે તેમાં આ દિવસે ખાસ કરીને માથા પર પાલવ રાખીને માથું ઢાંકવાનું હોય છે. આ સમયે ઓઢણી મેસી થઈ જાય છે અને તેને ટકાવી રાખવા માટે અનેક પિન્સની મદદ લેવી પડે છે. જો તમે સાડીની સાથે ઓઢણીથી માથું ઢાંકો છો તો તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ છે. જેની મદદથી તમે સરળતાથી આખો દિવસ સુંદર દેખાઈ શકો છો.

આ રીતે પાલવની મદદથી સરળતાથી ઢાંકી શકશો માથું

  • સૌથી પહેલા સાડીને ટ્રેડિશનલ નોર્મલ રીતે કૅરી કરો.
  • આ પછી ખભા પર પાલવની પ્લેટ્સને પીન કરો.
  • ઓઢણીને એક તરફથી પ્લીટ્સ બનાવો અને તેની પ્લીટ્સને નીચે સાથે પિનથી ફિક્સ કરો.
  • ઓઢણીને એવી રીતે ફિક્સ કરો કે આખી ઓઢણી ખભાથી નીચેની તરફ લટકી રહે.
  • આ પછીની તરફ લટકી રહેલી ઓઢણીને એક તરફથી ઉપર લો અને સરળતાથી પિનની મદદથી સેટ કરો.
  • બસ તમારી અલગ સ્ટાઈલની સાડી તમને પરફેક્ટ લૂક આપવા માટે તૈયાર છે. આ ગેટઅપથી તમામ લોકો તમારા વખાણ કરશે.  

  • Follow us on: