• મહાશિવરાત્રીએ શિવયોગ આખો દિવસ ચાલશે
  • સર્વાર્થ સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ રચાશે
  • કુંભ રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે

હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને સમર્પિત આ દિવસે વ્રત રાખવા અને યોગ્ય પૂજા કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. ફાલ્ગુન (ફાગણ) મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ, 2024, શુક્રવારના રોજ આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લગભગ 300 વર્ષ પછી આવો યોગ બની રહ્યો છે, જેના કારણે અમુક રાશિના લોકોને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે...

 સવારે 6.45 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે

હિંદુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રીના દિવસે સવારે 4.45 વાગ્યાથી શિવયોગ આખો દિવસ ચાલશે. આ સાથે સવારે 6.45 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે, જે સવારે 10.41 સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે લગભગ 300 વર્ષ પછી મહાશિવરાત્રીના દિવસે આવો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો આપણે ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો, મંગળ અને ચંદ્રનો મકર રાશિમાં સંયોગ છે, જેના કારણે ચંદ્ર મંગળ યોગ બની રહ્યો છે. આ સાથે કુંભ રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે અને રાહુ અને બુધની યુતિ મીન રાશિમાં થઈ રહ્યી છે. આવો સંયોગ જ ઘણી રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો પર ભોલે બાબાની અપાર કૃપા રહેશે. આ રાશિના જાતકોને આર્થિક લાભની સાથે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. કારકિર્દીમાં ઉન્નતિ અને પ્રમોશન મળવાની પ્રબળ તકો છે. તેની સાથે આવકમાં પણ વધારો થશે.હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. આ સાથે તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. કારકિર્દીના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિનો માર્ગ મોકળો કરી શકે છે. આ સાથે જો બિઝનેસની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેનાથી તમે ઘણો નફો કમાઈ શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે ભવિષ્યમાં રોકાણમાં નફો મળવાની પૂરી શક્યતાઓ છે. સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા પણ હોઈ શકે છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તમારા માટે પ્રગતિની પૂરી શક્યતાઓ છે. તમે તમારી છાપ બનાવવામાં સફળ થઈ શકો છો. આ સાથે જો બિઝનેસની વાત કરીએ તો નવી ડીલ થઈ શકે છે. આમાં તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. સંબંધોમાં પણ તમને ઘણો ફાયદો જોવા મળશે. ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે અને તમે તેમાં સફળતા પણ મેળવી શકો છો.

  • Follow us on: