જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મન અને માતાનો કારક માનવામાં આવે છે. સાથે જ તમારી સંપત્તિ અને કરિયરમાં પણ ચંદ્રનો અસર જોવા મળે છે. ભલે ચંદ્ર માત્ર અઢી દિવસ માટે એક રાશિમાં સંચાર કરે, પરંતુ આ ઓછા સમયમાં પણ તે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. અલગ–અલગ રાશિઓમાં તેના ગોચરનો અલગ અસર જોવા મળે છે. શનિના રાશિમાં જ્યારે ચંદ્ર પ્રવેશ કરે છે, ત્યારે કેટલીક રાશિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 25 નવેમ્બર 2025ની સવારે ચંદ્રનો ગોચર મકર રાશીમાં થશે અને 27 નવેમ્બરની બપોર સુધી તે મકર રાશિમાં જ રહેશે. ચાલો જાણીએ કે આ ગોચર કઈ રાશિઓ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ

ચંદ્રનો ગોચર તમારી રાશિથી નવમ ભાવમાં રહેશે. સામાન્ય રીતે આ ભાવમાં ચંદ્રનું સ્થાન સારું માનવામાં આવે છે, પરંતુ શત્રુ રાશિમાં બેઠક હોવાને કારણે વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને તંદુરસ્તી બગડી શકે છે. 25 નવેમ્બર પછી થોડાં દિવસો સુધી આરોગ્ય અને નાણાં અંગે ખાસ ધ્યાન રાખવું.

મિથુન રાશિ

ચંદ્ર તમારી રાશિથી અષ્ટમ ભાવમાં સંચાર કરશે, જેના કારણે માનસિક તણાવ અને ગૂંચવણની સ્થિતિ ઉભી થઈ શકે છે. કેટલાક લોકો ભ્રમમાં પણ રહી શકે છે. આ સમયમાં કરિયર સંબંધિત મોટો નિર્ણય લેવાનું ટાળવું. જીવનસાથી સાથે નાની–મોટી નોકઝોકની શક્યતા.

કર્ક રાશિ

ચંદ્ર તમારી રાશિથી સાતમા ભાવમાં રહેશે. શનિના રાશિમાં હોવાને કારણે ચંદ્ર તમારા સંબંધોમાં ખટાસ લાવી શકે છે. જીવનસાથી સાથે સમજી–વિચારથી ચાલવું. કાર્યક્ષેત્રની રાજનીતિમાં ફસાઈ જવાની શક્યતા છે, તેથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. કેટલાક જાતકોને શરદી-તાવ જેવી બીમારીઓ થઈ શકે.

સિંહ રાશિ

તમારા છઠ્ઠા ભાવમાં ચંદ્રનો ગોચર થશે. આ ગોચર દરમિયાન વિરોધીઓ સક્રિય થઈ શકે છે અને કામમાં અવરોધ ઉભા કરી શકે છે. માતા–પિતાના આરોગ્ય અંગે ચિંતા થઈ શકે. પ્રવાસ દરમિયાન તમારી વસ્તુઓનું ધ્યાન રાખવું.

કુંભ રાશિ

તમારા દ્વાદશ ભાવમાં ચંદ્રનો ગોચર થશે, તેથી ખોટી સંગતિથી દૂર રહેવાની જરૂર રહેશે, નહીં તો કરિયર અને સામાજિક છબી પર ખરાબ અસર પડી શકે છે. વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકો માટે દરેક કાર્ય વિચારપૂર્વક કરવું જરૂરી. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી ખાણપાનમાં સાવચેતી રાખો.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે.

આ પણ વાંચોઃ આ 3 રાશિના જાતકો માટે વર્ષ 2026માં ખુલશે સફળતાના દરવાજા, શનિના 3 વખત નક્ષત્ર પરિવર્તનથી થશે દરેક સપનાં પૂર્ણ!