ગાંધીનગરની વચ્ચો વચ આવેલુ ગામ રૂપાલ. જે અનોખી અને જીવંત દુનિયા જેવુ લાગે છે. પોતાનો સમૃદ્ધ ઇતિહાસ, અનોખી સંસ્કૃતિ અને ગતિશીલ સમુદાયની સાથે, રૂપાલ વિલેજ નક્શામાં એક માત્ર બિંદુથી વધારે છે. આ એક એવો ખજાનો છે કે જ્યાં અનેક રહસ્યો અને કહાનીઓ સાથે જોડાયેલો છે.


મહાભારતના કાળથી પાંડવો દ્વારા શરૂ કરાયો

રૂપાલ ગામમાં નવરાત્રિના નવ દિવસ એક અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે. નવ દિવસની રાત્રે માં વરાદિયીનાનો એક રથ બનાવવામાં આવે છે અને બાદમાં તેને દુલ્હનની જેમ સજાવાય છે. રથની યાત્રા રૂપાલના પલ્લીવાસ નામથી શરૂ થાય છે અને દેવી વરદાયિનીના મુખ્ય મંદિર પર સમાપ્ત થાય છે. ગામના લોકોનું કહેવુ છે કે આ ઉત્સવ મહાભારતના કાળથી પાંડવો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. લોકો ગામમાં આવીને પોતાના અને પરિવાર અને ખાસ કરીને નાના બાળકો માટે માં પાસે પ્રાર્થના કરે છે.

ખિજડાના વૃક્ષની લાકડીથી પલ્લી થાયે છે તૈયાર

આ દિવસે ખિજડાના વૃક્ષની લાકડીથી પલ્લીને તૈયાર કરવામાં આવે છે.આ આશરે લગભગ 8 થી 9 ઉંચી એક લાકડીનો ઢાંચો હોય છે જેને ઉઠાવવા માટે એક સ્ટેન્ડ પણ હોય છે. ઢાંચાના પાંચ સ્થાનો પર પવિત્ર અગ્રનિ એટલે કે અખંડ જ્યોત કરવામાં આવે છે. એક સૌથી ઉપર અને બીજી પલ્લીની ચારેતરફ

વરદાયિની માતા મંદિર અને પલ્લી, રૂપાલનો ઇતિહાસ

ગુજરાતના ગાંધીનગરથી આશરે 15 કિમી દૂર આવેલું રૂપાલ ગામ, તેની અનોખી પલ્લી માટે વિશ્વપ્રસિદ્ધ છે, જેને “રૂપાલ પલ્લી” તરીકે પણ ઓળખવામાં આવે છે. રૂપાલ ગામના મધ્યમાં આવેલું, વિશાળ પ્રાંગણ ધરાવતું આ પ્રાચીન અને ઐતિહાસિક વરદાયિની માતાનું મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે આ પવિત્ર મંદિરનો નિર્માણ મહાભારતના સમયમાં પાંડવો દ્વારા કરવામાં આવ્યો હતો અને અહીંથી શુદ્ધ ઘીની અજોડ ધારાની પલ્લીની શરૂઆત થઈ હતી. વિશ્વભરમાંથી લાખો ભક્તો અને પ્રવાસીઓ આ પવિત્ર પલ્લીના દર્શન માટે અહીં આવે છે.

મા દેવી વરદાયિની મહાત્મ્ય ગ્રંથ રચ્યો

આ પવિત્ર સ્થળ અનેક યુગોની કથાઓ સાથે જોડાયેલું છે. મા વરદાયિની સૃષ્ટિના આરંભથી જ રૂપાલમાં વસે છે. અહીં માતા નવદુર્ગાના દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી રૂપે સ્થાપિત છે. રૂપાલ અને આસપાસના વિસ્તારના પંડિતોએ "મા દેવિ વરદાયિની મહાત્મ્ય" નામનું ગ્રંથ રચ્યું હતું. ઘણા વર્ષો પહેલા, દુર્મદ નામના દાનવને ખૂબ જ શક્તિ મળી ગઈ હતી અને તેણે ભગવાન બ્રહ્મા દ્વારા સર્જાયેલ સૃષ્ટિને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ભગવાન બ્રહ્મા મા વરદાયિની પાસે ગયા અને માતાએ તેમને આશ્વાસન આપ્યું અને દુર્મદ દાનવનો વધ કરીને સૃષ્ટિનું રક્ષણ કર્યું. ત્યારબાદ માતાએ માનસરોવરની રચના કરી, પોતે લોહીથી રંગાયેલા કપડાંથી સાફ કરી આ પવિત્ર ભૂમિ પર બિરાજમાન થયા.

ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ વનવાસે ગયા હતા, ત્યારે તેમણે માતા વરદાયિની પૂજા કરી હતી અને માતાએ તેમને "શક્તિ" નામનું દૈવી અસ્ત્ર આશીર્વાદ રૂપે આપ્યું હતું. ભગવાન રામે રાવણ વિરુદ્ધના યુદ્ધમાં આ અસ્ત્રનો ઉપયોગ કરીને રાવણનો સંહાર કર્યો હતો.

પાંડવોએ પાંચ કુંડોની સ્થાપના કરી

દ્વાપર યુગમાં, પાંડવો જયારે કૌરવો સાથેના જુગારમાં બધું ગુમાવી બેઠા, ત્યારે તેમને બાર વર્ષનું વનવાસ અને એક વર્ષનું અજ્ઞાતવાસ મળ્યું. પાંડવો માટે અજ્ઞાતવાસ ખૂબ જ મુશ્કેલ હતો, તેથી તેઓ મા વરદાયિની પાસે ગયા અને આશીર્વાદ માગ્યા. માતાએ તેમને આશીર્વાદ આપ્યા, તેમની રાખ ખેજડીના વૃક્ષ પર છુપાવ્યો, તેમને વસ્ત્ર આપ્યા અને વિરાટનગર (આજનું ઢોલકા) જવાનું કહ્યું. મહાભારતના યુદ્ધ બાદ, પાંડવો અહીં પાછા આવ્યા અને મા વર્દાયિનીની પલ્લી (રથ) બનાવી અને પાંચ કુંડોની સ્થાપના કરી. ત્યારથી દર વર્ષે નવરાત્રિના નવમા દિવસે પલલી યાત્રાનું આયોજન થાય છે.પાંડવો દ્વારા શરૂ કરાયેલી પલ્લી આજે પણ અહીં દર વર્ષે અવિરત પણે નીકળે છે.


  • Follow us on: