હિંદુ કેલેન્ડર મુજબ કારતક મહિનાનો પહેલો પ્રદોષ વ્રત સોમવાર 3 નવેમ્બર 2025 ના રોજ આવે છે. આ દિવસને ખાસ માનવામાં આવે છે, કારણ કે, તે ફક્ત સોમ પ્રદોષ સાથે જ નહીં, પણ રવિ યોગ સાથે પણ મેળ ખાય છે. સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. તેથી, પ્રદોષ વ્રત અને સોમવારનું સંયોજન એક દુર્લભ અને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખનારા ભક્તોને બમણું પુણ્ય ફળ મળશે.
પ્રદોષ વ્રતનું મહત્વ
હિંદુ ધર્મમાં, પ્રદોષ વ્રત દર મહિને બે વાર ત્રયોદશી તિથિ પર મનાવવામાં આવે છે,એક વખત કૃષ્ણ પક્ષ દરમિયાન અને બીજું શુક્લ પક્ષ (અજવાળિયું પક્ષ) દરમિયાન.આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા માટે સમર્પિત છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે,પ્રદોષ વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. જ્યોતિષીઓના મતે, આ વખતે કાર્તિક શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 3 નવેમ્બરના રોજ સવારે 5:07 વાગ્યે શરૂ થશે અને 4 નવેમ્બરના રોજ સવારે 2:05 વાગ્યા સુધી ચાલશે.તેથી, 3 નવેમ્બરના રોજ વ્રત રાખવામાં આવશે.













