• પિતૃપક્ષ 14 ઓક્ટોબર શનિવારે સમાપ્ત થશે
  • તર્પણ સમયે ત્રીજી આંગળીમાં દર્ભની વીંટી બનાવીને પહેરો
  • દર્ભ ઘાંસ શીતળતા આપે છે અને સાથે તર્પણને પૂર્વજો સ્વીકાર કરે છે

પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃપક્ષમાં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યા છે અને સાથે જ 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સમયે મૃત પૂર્વજ પોતાના સંતાનની સાથે હાજર રહે છે. આ સમયે પિતૃઓને પ્રસન્ન કરવાનું જરૂરી બને છે. જો તે નારાજ થાય તો ઘરમાં પિતૃદોશ લાગે છે. આ સમયે શ્રાદ્ધ કરતી સમયે તમે જોશો કે જાતક પોચાની ત્રીજી આંગળીમાં દર્ભ ધારણ કરે છે. તો જાણો શું છે તેની પાછળનું કારણ... શા માટે તેને ધારણ કરવામાં આવે છે.

શું છે કુશાનું ધાર્મિક મહત્ત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષના 15 દિવસ જે સંતાન પિતૃઓના નિમિત્ત પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરે છે તેનાથી તેમના પૂર્વજ પ્રસન્ન થાય છે અને સદા ખુશીઓ, સુખ-શાંતિ અને સમૃદ્ધિના આર્શિવાદ આપે છે. એવું નહીં કરો તો તે નારાજ થઈ જાય છે અને તેનાથી પિતૃદોષની શક્યતાઓ વધી જાય છે.

તર્પણ સમયે ત્રીજી આંગળીમાં દર્ભની વીંટી બનાવીને પહેરો

જ્યારે શ્રાદ્ધમાં તર્પણ કરો છો તો જમણા હાથની ત્રીજી આંગળીમાં દર્ભની વીંટી બનાવીને પહેરવામાં આવે છે. આ વીંટી પવિત્ર કહેવાય છે. તેને આ આંગળીમાં ધારણ કરવાનું ખાસ માનવામાં આવે છે. દર્ભ એક પવિત્ર ઘાંસ હોય છે જે શીતળતા આપે છે. પિતૃઓના તર્પણના સમયે તેને ધારણ કરવાથી પવિત્રતા જળવાઈ રહે છે અને પૂર્વજો દ્વારા તર્પણને સ્વીકાર કરવામાં આવે છે.

શું છે દર્ભનું વૈજ્ઞાનિક મહત્ત્વ

આ ઘાંસ અત્યંત પવિત્ર અને પ્યુરીફિકેશનના ગુણની સાથે પ્રકૃતિમાં મળે છે. આ ઘાંસ જ્યાં રહે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. આ ઘાંસ જે જગ્યાએ હોય છે ત્યાં બેક્ટેરિયાા જાતે જ નષ્ટ થઈ જાય છે. આ સિવાય તે એક સારું પ્રિઝર્વેટિવના રૂપમાં પણ કામ કરે છે.  

  • Follow us on: