• 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે શ્રાદ્ધ
  • પિતૃઓ આપશે ઉંમર, સ્વર્ગ, મોક્ષ, સુખ અને વિદ્યાના આર્શીવાદ
  • ખાસ મંત્ર સાથે એકાંતમાં બેસી પિતૃઓનું ધ્યાન કરવાથી પણ પૂર્ણ ગણાશે શ્રાદ્ધ

પિતૃઓ માટે શ્રદ્ધા અને પ્રેમ પ્રગટ કરવા માટે સૌની પોતાની અલગ રીત હોઈ શકે છે. ધર્મ અનુસાર શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને યાદ કરીને કેટલીક વિશેષ ક્રિયાઓ દ્વારા ધન્યવાદનો ભાવ પ્રગટ કરાય છે. પૂર્વજોની શાંતિ માટે પિતૃપક્ષમાં તર્પણ, શ્રાદ્ધ, પિંડદાનનું મહત્ત્વ ખાસ માનવામાં આવ્યું છે. આ વર્ષે પિતૃપક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબર સુધી ચાલશે. તો જાણો શ્રાદ્ધનું મહત્ત્વ, શા માટે મૃત્યુ બાદ પિતૃઓનું શ્રાદ્ધ કરવું જરૂરી માનવામાં આવ્યું છે.

પિતૃઓના સમ્માનનો સમય છે પિતૃપક્ષ

આ સમયે પૂર્વજો પિતૃલોકથી ધરતી પર પોતાના લોકોની વચ્ચે તેમને આર્શીવાદ આપવા આવે છે. શ્રાદ્ધને સમજીએ તો કહેવાય છે કે "श्रद्धार्थमिदं श्राद्धं" એટલે કે પોતના મૃત પિતૃગણના માટે શ્રદ્ધાપૂર્વક કરાતા કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેનાથી પિતૃઓના આર્શીવાદ મળે છે અને ભૌતિક સુખ સુવિધા માટે કરાયેલા પ્રયત્નો સાર્થક થવા લાગે છે.

શ્રાદ્ધ કર્મ કરવાથી મળે છે આ લાભ

आयुः प्रजां धनं विद्यां स्वर्गं मोक्षं सुखानि च ।

प्रयच्छन्ति तथा राज्यं पितरः श्राद्धतर्पिता ।।

યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું વચન છે કે શ્રાદ્ધ કર્મથી પ્રસન્ન થઈને પિતૃલોક મનુષ્યો માટે ઉંમર, પ્રજ્ઞા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ અને રાજ્ય આપે છે.

નીતિ ગ્રંથમાં પણ છે પૂર્વજોના શ્રાદ્ધનું મહત્ત્વ

तिल मात्रं अप्युपकारम् शैलवन् मन्यते साधुः ।

આનો અર્થ છે સજ્જન અને સાધુ વ્યક્તિ તલ જેવા નાના ઉપકારને પણ શિલા કે પહાડની જેમ માને છે. ધન્યવાદ શબ્દ પરિવાર તથા સમાજમાં એકતા અને પ્રેમને વધારે છે. પિતૃઓ અને માતા-પિતાના કારણે તો અમને આ જીવન ગિફ્ટના રૂપમાં મળ્યું છે.વર્ષમાં એકવાર પિતૃપક્ષમાં પૂર્વજોની મૃત્યુતિથિને જળ, તલ, યવ, દર્ભ અને પુષ્પથી તર્પણ કરવું અને તેમના આત્માની શાંતિ માટે 1-3 કે 5 બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. શ્રાદ્ધ કર્મમાં સાધન સંપન્ન વ્યક્તિએ કંજૂસી કરવી નહીં.

શ્રાદ્ધ કરવું શા માટે જરૂરી છે

"नैव श्राद्धं विवर्जयेत् "।

ઉપરના શ્ર્લોકમાં કહેવાયું છે કે જે વ્યક્તિ નિર્ધન કે ગરીબ છે, તેને માટે પણ શ્રાદ્ધ કરવાનું જરૂરી છે. તે પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકે છે. તેની સાથે તે ગાયને ઘાંસ ખવડાવે તો એવામાં સમજી લેવાશે કે તેણે પોતાના પૂર્વજોનું વિધિ વિધાનથી શ્રાદ્ધ કરી લીધું છે.

તર્પણ કે પિંડદાન ન કરી શકો તો આ રીતે આપો પિતૃઓને શ્રદ્ધાંજલિ

न में अस्ति वितं न धनं च नान्यच्,

श्राद्धोपयोग्यं स्वपितृन्नतोस्मि ।

तृप्यन्तु भक्त्या पितरो मयैतौ,

कृतौ भुजौ वर्त्मनि मारुतस्य ।।

જો તમે પિતૃપક્ષમાં પૂર્વજોનું તર્પણ કે પિંડદાન નથી કરી શકતા તો આ મંત્રનો જાપ કરીને તેમને માટે સમ્માન પ્રકટ કરો. શ્લોકનો અર્થ છે- હે મારા પિતૃગણ, મારી પાસે શ્રાદ્ધ માટે ન તો પૂરતું ધન છે અને ન તો ધાન્ય. એટલે શાસ્ત્રના અનુસાર એકાંત સ્થાને બેસીને હું શ્રદ્ધા અને ભક્તિથી બંને હાથ આકાશની તરફ લઈ જાઉં છું. કૃપા કરીને તમે મારી શ્રદ્ધા અને ભક્તિથી તૃપ્ત તઈ જાઓ.

કહેવાનો આશય છે કે આર્થિક અને વ્યવહારિક કારણોને લઈને પિતૃઓના તર્પણ માટે બતાવાયેલા ઉપાયો કરવામાં અસમર્થ છો તો તે આ પ્રકારે પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકે છે. 

  • Follow us on: