- તુલસીજીને ચઢાવો સુહાગનો સામાન
- તુલસીના પાનને પાણીમાં ઉમેરી ઘરમાં કરો છંટકાવ
- તુલસીજીને ચુંદડી ચઢાવવાથી પણ મળે છે સુખ-શાંતિ
પંચાંગના અનુસાર કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી અગિયારસ આવે છે. આ દિવસે તુલસી વિવાહનો તહેવાર ઉજવાય છે. આ વર્ષે તુલસી વિવાહ શુક્રવાર અને 24 નવેમ્બરે ઉજવાશે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ યોગ નિંદ્રાથી જાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને શાલિગ્રામ રૂપની સાથે તુલસી વિવાહ કરાવાય છે અને પછી લગ્ન-વિવાહ માટે શુભ મૂહૂર્તની શરૂઆત થાય છે.
પરિણીત મહિલાઓ માટે ખાસ હોય છે આ દિવસ
પરિણીત મહિલાઓ માટે તુલસી વિવાહનો દિવસ ખાસ હોય છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓ તુલસી વિવાહની પૂજા કરે તે ઈચ્છનીય છે. સાથે જ્યોતિષમાં એવા ઉપાયો છે જેને કરી લેવાથી વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને પતિ પત્નીની વચ્ચે પ્રેમ પણ વધે છે.
તુલસીમાં ચઢાવો સુહાગનો સામાન
આ દિવસે તુલસીજીના વિવાહ શાલિગ્રામ સાથે થયા હતા. એવામાં અખંડ સૌભાગ્ય માટે પતિનો પ્રેમ મેળવવા માટે આ દિવસે તુલસીજીમાં સુહાગનો સામાન જેમકે બંગડી, ચાંલ્લા, સિંદૂર, અળતો, મહેંદી પણ ચઢાવવા. પૂજા બાદ આ સામાન કોઈ પરિણીત સ્ત્રીને આપો. આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં ખુશીનું આગમન થાય છે.
તુલસી જળનો કરો છંટકાવ
આ દિવસે તુલસીના પાનને પાણીમાં ઉમેરો, આ જળથી આખા ઘરમાં છંટકાવ કરો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે આ દિવસે પતિ પત્નીએ સાથે મળીને પૂજા કરવી જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં પ્રેમ વધે છે.
તુલસીમાં ચઢાવો ચુંદડી
દામ્પત્ય જીવનમાં હંમેશા ખટાશ ચાલતી રહે છે. આ દિવસે તુલસીજીને લાલ રંગની ચુંદડી ચઢાવવા અને પૂજા પૂર્ણ થાય તો કોઈ પરિણીત સ્ત્રીને આ દિવસે ચુંદડી દાનમાં આપવી અથવા દેવી મંદિરમાં ચઢાવવી. આ ઉપાયથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે.
તુલસી મંગલાષ્ટક પાઠ
જો કોઈ કન્યાના વિવાહમાં મુશ્કેલી કે અડચણ આવી રહી છે તો આ દિવસે તુલસી વિવાહનું આયોજન કરવું. સાથે તુલસી વિવાહના દિવસે તુલસી મંગલાષ્ટકનો પાઠ કરવો. તેનાથી જલ્દી વિવાહના યોગ બને છે.