•  જ્ઞાન અને વાણીના દેવી સરસ્વતીના પૂજાનો આ પવિત્ર દિવસ
  • બાળકોને આ દિવસથી જ બોલતાં કે લખવાનું શીખવવું તે શુભ માનવામાં આવે
  • આ દિવસે જ દેવી મા સરસ્વતી હાથમાં વીણા, પુસ્તક અને માળાં સાથે અવતરિત થયાં હતા

સાહિત્ય અને સંગીત માટે પણ વસંતપંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે. કારણ કે જ્ઞાન અને વાણીના દેવી સરસ્વતીના પૂજાનો આ પવિત્ર દિવસ છે. બાળકોને આ દિવસથી જ બોલતાં કે લખવાનું શીખવવું તે શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે જ દેવી મા સરસ્વતી હાથમાં વીણા, પુસ્તક અને માળાં સાથે અવતરિત થયાં હતા. આ કારણથી જ ભારતીય સંસ્કૃતિમાં આ દિવસે લોકો વિદ્યા, બુદ્ધિ અને વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની પૂજા-આરાધના કરી પોતાના જીવનના અજ્ઞાનના અંધકારને દૂર કરવાની કામના કરે છે.

કહેવાય છે કે વસંતપંચમીના દિવસે જ ભગવાન શ્રાીકૃષ્ણે પહેલીવાર દેવી સરસ્વતીની આરાધના કરી હતી, અને તે દિવસથી વસંતપંચમીને મા સરસ્વતીની આરાધનાનું પર્વ મનાવા લાગ્યું.

 શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને આગની જ્વાળાઓથી ભસ્મીભૂત કરી દીધો

વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં વર્ણન છે કે દેવી સરસ્વતીએ કેવી રીતે પોતાના ચાતુર્યથી દેવોને રાક્ષસરાજા કુંભકર્ણથી બચાવ્યા હતા. 'વસંતપંચમી'ને ગંગાના અવતરણનો દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ જ દિવસે ગંગામૈયા પ્રજાપતિ બ્રહ્માના કમંડળમાંથી નીકળી ભગીરથના પૂર્વજો મોક્ષ પ્રદાન કરવા અને સમસ્ત ધરતીને નવપલ્લવીત કરવા પૃથ્વી પર અવતરિત થયાં હતાં. ધાર્મિક દૃષ્ટિએ આ કારણથી વસંતપંચમીના દિવસે ગંગા સ્નાનનું પણ આગવું મહત્ત્વ છે.

સમાધિમાં બેઠેલા ભગવાન શિવને પુષ્પ બાણ દ્વારા તપોભંગ કરાયો 

પ્રાચીન કાળમાં વસંતપંચમીને પ્રેમના પ્રતીક પર્વ રૂપે 'વસંતોત્સવ', 'મદનોત્સવ','કામોત્સવ' અથવા 'કામદેવ પર્વ' તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. એ જમાનામાં સ્ત્રીઓ આ દિવસે પોતાના પતિને કામદેવના રૂપમાં પૂજા કરતી હતી. માન્યતા એવી છે કે આ જ દિવસે કામદેવ અને તેમના પત્ની રતીએ પહેલીવાર માનવહૃદયમાં પ્રેમની ભાવનાના સંચાર કરીને તેમને ચેતના પ્રદાન કરી હતી. જેથી તેઓ પ્રેમ અને સૌંદર્યની ભાવનાઓને ઊંડાણથી સમજી શકે.

 વસંતપંચમીના દિવસે પિતૃ તર્પણ કરવું જોઈએ

જો કે મહાકવિ કાલીદાલ રચિત 'કુમાર સંભવમ્'માં એવો ઉલ્લેખ પણ છે કે કામદેવે તેમના સખા ઋતુરાજ વસંતની સહાય લઈને સમાધિમાં બેઠેલા ભગવાન શિવને પુષ્પ બાણ દ્વારા તપોભંગ કરાયો હતો. કામદેવના આ અપરાધથી ક્રોધે ભરાયેલા શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને આગની જ્વાળાઓથી ભસ્મીભૂત કરી દીધો હતો. પાછળથી કામદેવના પત્ની રતીનો વિલાપ જોઈને ભગવાન શિવજી રતીને આશીર્વાદ આપ્યા હતા કે, તારા પતિ ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમહ્નના રૂપમાં તને પતિ તરીકે જ પુન:પ્રાપ્ત થશે.

આવું છે વસંતપંચમીનું માહાત્મ્ય

હિન્દુ ધર્મમાં વસંતપંચમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે જ્ઞાનના દેવી મા સરસ્વતીની વિધિવત્ પૂજા કરવાનું વિધાન છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માધ માસની શુકલ પક્ષની પાંચમી તિથિના દિવસે વસંતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે મા સરસ્વતીની પૂજાની સાથે સાથે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ પૂજાને શુભ માનવામાં આવે છે. કારણ કે તેમ કરવાથી વ્યક્તિ બુદ્ધિમાન અને જ્ઞાની બને છે. એથી કોઈ પણ સંગીત કે કળાની શિક્ષાની શરૂઆત કરતા પહેલાં હંમેશાં આ પૂજા કરવામાં આવે છે.

આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ.

ધાર્મિક ગ્રંથોનો આદેશ છે કે વસંતપંચમીના દિવસે પિતૃ તર્પણ કરવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અત્યંત જરૂરી છે. વસંતપંચમીના દિવસે સ્નાન કર્યા વિના ભોજન કરવું જોઈએ નહીં. માન્યતા છે કે સવારની શરૂઆત પોતાની હથેળીઓ જોઈને કરવી જોઈએ. શક્ય હોય તો આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. વસંતપંચમીના દિવસે અપશબ્દો બોલવા જોઈએ નહીં. આ દિવસે કોઈનીયે સાથે ઝઘડો કરવો નહીં. વસંતપંચમીના દિવસે માંસ-મંદિરાનું સેવન કરવું જોઈએ નહીં. વસંતપંચમીના દિવસે વૃક્ષ કે છોડવા કાપવા જોઈએ નહીં.


  • Follow us on: