- દક્ષિણ દિશા યમની દિશા હોવાથી આ દિશામાં ન કરો ભોજન
- ઉત્તર-પૂર્વ દિશામાં મોઢું કરીને ભોજન કરવું સૌથી ઉત્તમ
- પૂર્વ દિશાની તરફ મોઢું કરીને ખાવાથી માનસિક શાંતિ મળે
હિંદુ ધર્મમાં વાસ્તુને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. જો તમે વાસ્તુ અનુસાર કામ કરો છો તો તમે અનેક મુશ્કેલીઓથી બચી શકો છો. વાસ્તુમાં ઘરની સાથે ઘરના મુખ્ય દરવાજાની, સૂવાની, બેસવાની, જમવાની અને ભોજન બનાવવાની દિશાનું પણ ધ્યાન રખાયું છે. તમામ વાતો તમને જાણતા અને અજાણતા અસર કરે છે. તો જાણો કઈ દિશામાં મોઢું રાખીને જમવાથી તમને ફાયદો થાય છે.
ભોજનના પણ છે ખાસ નિયમ
વાસ્તુ શાસ્ત્રમાં ભોજનને લઈને મહત્ત્વના નિયમો છે. જેમ રોજ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી શ્વાનને ખવડાવવાનો નિયમ છે. માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા અને સમૃદ્ધિ તમારી સાથે રહે છે. તમામ સંકટમાં પણ તમને રાહત મળે છે. આ સાથે જ કઈ દિશામાં મોઢું રાખીને જમવું તેને લઈને પણ નિયમો છે. તો જાણો કઈ દિશામાં મોઢું રાખીને જમવા પર ભાર મૂકાયો છે.
આ દિશામાં મોઢું કરીને ન જમો
ભોજનને માટે એક દિશાને અશુભ માનવામાં આવે છે. તે દિશા છે દક્ષિણ દિશા. આ દિશામાં મોઢું રાખીને ક્યારેય જમવું નહીં. આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ રીતે જમવાથી તમારી ઉંમર પણ ઘટે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ થાય છે. બીમારીઓ આ લોકોનો પીછો છોડતી નથી. આ સાથે ધનની હાનિ પણ થાય છે.
જમવા માટે ઉત્તર દિશા છે બેસ્ટ
જે લોકો કરિયરની શરૂઆત કરી રહ્યા છે કે જીવનમાં સફળતા મેળવવા ઈચ્છે છે તેઓએ ઉત્તર દિશામાં મોઢું કરીને રાખવું જોઈએ. આમ કરવાથી કરિયરમાં ઝડપની સાથે સફળતા પણ મળે છે અને ઉંચું પદ અને રૂપિયા પણ મળે છે.
પૂર્વ દિશામાં મોઢું કરીને જમવું ઉત્તમ
વાસ્તુ અનુસાર પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં મોઢું કરીને ભોજન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પૂર્વ દિશાની તરફ મોઢું કરીને ખાવાથી માનસિક શાંતિ મળે છે. હેલ્થ પણ સારી રહે છે અને સાથે ઉંમર પણ વધે છે.
ઉત્તર-પૂર્વ દિશામાં મોઢું કરીને ભોજન કરવું
આ બંને દિશા જમવા માટે સારી માનવામાં આવે છે. આ દિશામાં જમવાથી ભોજનનું પાચન પણ સારી રીતે થાય છે અને બીમારીઓથી રાહત મળે છે. આ સિવાય અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઘટે છે.
પશ્ચિમ દિશામાં મોઢું કરીને જમવું
કામકાજ કરનારા લોકો, વેપારી જાતકો, નોકરી કરનારા, સાહિત્ય, રિસર્ચ કે શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ ઘરમાં પશ્ચિમ દિશામાં મોઢું કરીને જમવું. તેનાથી તેમને લાભ થશે અને પ્રગતિ પણ થશે.
Disclaimer: આ લેખ ફક્ત વાચકોની જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ આ સાથે સહમત છે એમ માનવું નહીં.