• સાવરણીનો ઉપયોગ કર્યા બાદ તેને ઊભી ન રાખવી
  • ઘરના કોઈ સભ્યના બહાર નીકળ્યા બાદ તરત કચરો વાળવો નહીં
  • ઘરમાં જો સાવરણી તૂટી જાય તો તેને તરત હટાવી દેવી

હિંદુ ધર્મ અને વાસ્તુમાં સાવરણીનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુમાં તેને લઈને ખાસ નિયમ હોય છે. વાસ્તુ અનુસાર જે ઘરમાં સાવરણીનો અનાદર કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી નારાજ થાય છે. સાવરણી સાથેની કેટલીક ભૂલો પ્રગતિમાં બાધા લાવે છે. તેના કારણે મુશ્કેલીઓ વધે છે. તો જાણો સાવરણી રાખવાથી લઈને ખાસ નિયમો.

વાસ્તુના નિયમોનું પાલન જરૂરી

  • વાસ્તુમાં સાવરણીના ખાસ નિયમો છે જેમકે ઘરના કોઈ સભ્યના બહાર નીકળ્યા બાદ તરત કચરો વાળવો નહીં. તેનાથી ઘરની બહાર નીકળતી વ્યક્તિને તેના કામમાં સફળતા મળતી નથી. તેનાથી સુખ અને સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.
  • સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં અન્યની નજર ન પડે. વાસ્તુમાં સામેથી સાવરણી બતાવવાનું અશુભ માનવામાં આવે છે. તેનાથી ઓફિસ કે ઘરની સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. આ માટે તેને ક્યારેય ખુલ્લામાં રાખવી નહીં.
  • ઘરમાં જો સાવરણી તૂટી જાય તો તેને તરત હટાવી દેવી. નહીં તો ઘરમાં વાસ્તુદોષ બને છે. તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. તેનાથી વ્યક્તિ હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે.
  • સાવરણીનો ઉપયોગ કર્યા બાદ તેને ઊભી ન રાખવી. વાસ્તુમાં તેને અશુભ માનવામાં આવે છે. સાવરણીને ઊભી રાખવાથી ઘરમાં ધનની ખામી આવે છે. તેને જમીન પર આડી રાખવી. ઘરની પશ્ચિમ દિશામાં સાવરણી રાખવાનું શુભ માનવામાં આવે છે.
  • વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય સાંજના સમયે કે ઓફિસમાં કચરો વાળવો નહીં. કહેવાય છે કે તેનાથી સકારાત્મક ઉર્જા બહાર જાય છે અને સુખ અને સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. આ કારણે સાંજે કે રાતે કચરો વાળવો નહીં.
  • સાવરણીને એવી જગ્યાએ રાખો કે તેને પગ ન અડે. તેને પગ અડવાથી માતા લક્ષ્મીનું નુકસાન થાય છે. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. સાવરણીને ક્યારેય ગંદા પાણીથી ધોવી નહીં. આમ કરવાથી મુશ્કેલીઓ વધે છે.  

  • Follow us on: