- વાસ્તુશાસ્ત્રમાં મોરના પીંછાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
- મોરના પીછાં ઘરમાં રાખવાથી ઘણાં ફાયદા થાય છે
- આ સાથે મોરના પીછાં ઘરમાં સકારાત્મકતા આવે છે
હિંદુ ધર્મ અને જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રમાં મોરના પીંછાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને મોરનાં પીંછાં ખૂબ જ પ્રિય છે અને તેઓ હંમેશા પોતાના માથા પર મોરનાં પીંછા પહેરે છે. વાસ્તુશાસ્ત્રમાં મોરના પીંછાના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘરમાં યોગ્ય સ્થાન પર મુકેલું મોરનું પીંછ ફાયદો કરાવી શકે છે.
મોરના પીંછાને ઘરમાં રાખવાના ઘણા ચમત્કારી ફાયદા છે. વાસ્તુ મુજબ ઘરમાં મોર પીંછા રાખવાથી ધનમાં વધારો થાય છે. વાસ્તુ દોષથી મુક્તિ મળે છે. સારા નસીબ ઘરમાં આવે છે. આ સાથે ઘરમાં સકારાત્મકતા આવે છે.
રાહુ દોષ દૂર કરશે
ઘરમાં પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં મોરનાં પીંછાં રાખવાથી ફાયદો થશે. મોરનાં પીંછાં રાખવાથી રાહુ દોષ દૂર થાય છે. જીવનની ઘણી બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે
મોરના પીંછાને તિજોરીમાં રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તિજોરીની અંદર મોરના પીંછાને ઊભું રાખો. જેના કારણે તિજોરીમાં નાણાં વધે છે.
યાદશક્તિ વધારવા માટે ઉપયોગી
જ્ઞાનની દેવી સરસ્વતી સાથે મોર પીંછાનો સંબંધ પણ છે. મોરના પીંછા માતા સરસ્વતીને પણ ખૂબ જ પ્રિય છે. તેથી તે એકાગ્રતા અને યાદશક્તિ વધારવા માટે, સ્ટડી ટેબલ પાસે એક કે બે મોરના પીંછા લગાવો.
સમસ્યા દૂર કરવામાં મદદગાર
જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અથવા પતિ-પત્નીના સંબંધોમાં કોઈ સમસ્યા હોય તો તેના માટે પણ મોરનું પીંછા મદદગાર સાબિત થઈ શકે છે. પારિવારિક વિવાદોથી છુટકારો મેળવવા માટે બેઠક રૂમની પૂર્વ દિશામાં 7 મોર પીંછાનો રાખો. સુખી દામ્પત્ય જીવન માટે બેડરૂમની દીવાલ પર મોરના બે પીંછા લગાવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)