• ઉત્તરાયણે સ્નાન અને દાનનું છે ખાસ મહત્ત્વ
  • આ દિવસે કાળા તલનું દાન શુભ માનવામાં આવે છે
  • સફેદ તલ સૂર્યદેવ સાથે સંબંધિત તો કાળા તલ શનિદેવ સાથે સંબંધિત

હિંદુઓના વર્ષનો પહેલો મોટો તહેવાર મનાતો ઉત્તરાયણનો તહેવાર હવે ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય ઉત્તર દિશામાં ગમન કરે છે. આ સાથે જ ખરમાસ ખતમ થવા જઈ રહ્યો છે અને માંગલિક કાર્યો પણ શરૂ થશે. આ દિવસે કરાતા દાનનો વિશેષ મહિમા હોય છે. તેને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે દાનનું મહત્ત્વ ખાસ રીતે કરવામાં આવે તો તમને તેનું પુણ્ય પણ મળે છે. તો જાણો કઈ ચીજોનું દાન કરવાથી તમે પુણ્ય કમાઈ શકો છો.

શું છે માન્યતા

મકર સંક્રાંતિના દિવસે કરાતા દાનનું ખાસ મહત્ત્વ છે. કહેવાય છે કે આ દિવસે કરાતા સ્નાન અને દાનનું અનેકગણું ફળ મળે છે અને સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે. આ માટે મકર સંક્રાંતિમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાની સાથે પૂજા પાઠ કરીને દાન યોગ્ય વસ્તુનું દાન કરાય છે. આ દાનમાં પણ તલના દાનનો ખાસ મહિમા હોય છે. તો જાણો કાળા અને સફેદ તલનું દાન કરવાથી શું ફાયદા થાય છે.

કયા તલનું દાન શુભ રહેશે

તલના 2 પ્રકાર હોય છે. સફેદ તલ અને કાળા તલ. મોટાભાગના લોકો આ દિવસે સફેદ તલનું દાન કરે છે. પરંતુ માન્યતા અનુસાર આ દિવસે કાળા તલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે કાળા તલનું દાન શુભ મનાશે.

કાળા તલનો શનિદેવ સાથે છે સંબંધ

કાળા તલને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેઓ ભગવાન સૂર્યના પુત્ર છે. આ માટે આ બંને દેવતાની પ્રસન્નતા માટે જળમાં કાળા તલ ઉમેરીને ભગવાન સૂર્યને તે જળ અર્પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી સૂર્યદેવની સાથે સાથે શનિદેવની કૃપા પણ મળે છે.

સફેદ તલનું પણ કરી શકો છો દાન

મકર સંક્રાંતિએ કાળ તલનું મહત્ત્વ વધારે હોય છે. કાળા તલના અભાવમાં સફેદ તલનું દાન પણ કરાય છે. સફેદ તલ ભગવાન સૂર્ય સાથે સંબંધિત છે. આ માટે આ દિવસે સફેદ તલનું દાન કરવાથી ભગવાન સૂર્યની કૃપા વધે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.  

  • Follow us on: