• સરકાર બજેટમાં કેપિટલ એલોકેશન વધારી શકે
  • બજેટમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર પોતાનો ખર્ચ વધારવાની જરૂર
  • સરકારને માટે આ સેક્ટરને લઈને બજેટ પ્લાનિંગ મુશ્કેલ કામ

દેશનું સામાન્ય બજેટ રજૂ થવામાં 2 અઠવાડિયાનો સમય બચ્યો છે. લોકોની આ વખતે બજેટથી ઘણી અપેક્ષાઓ અને આશાઓ છે. પણ શું રોજગારના મુદ્દા પર કંઈ મોટું થશે? રોજગાર વધારવા માટે શરૂ કરાયેલા Make In Indiaને બજેટથી ફાયદો થશે કે નહીં, સરકારે દેશના ડિફેન્સ સેક્ટરને પણ નવી ઓળખ આપવા માટે ડિફેન્સ કોરિડોર અને પ્રાઈવેટ સેક્ટરને વધારો આપવા જેવા કામ કર્યા છે. જેથી રોજગાર વધે. તો શું આ વખતે બજેટ આ સેક્ટરમાં કંઈ નવું લાવશે?

ડિફેન્સ સેક્ટરને મોટી આશા

પીએમ મોદીની સરકારે ડિફેન્સ સેક્ટરને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલવાનું કામ કર્યું છે. તેનાથી દુનિયાભરમાં ભારતને લઈને આશાઓ વધી છે. પણ હાલની સ્થિતિમાં જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજનિતિક અનિશ્ચિતતા છે, મોંઘવારી વદી રહી છે અને મંદીની આશંકા છે ત્યારે સરકારને માટે આ સેક્ટરને લઈને બજેટ પ્લાનિંગ કરવાનું મુશ્કેલ બની શકે છે.

આપવા પડશે રૂપિયા, બનાવવાની રહેશે રણનીતી

એક્સપર્ટનું માનવું છે કે જો સરકાર ડિફેન્સ સેક્ટરને યોગ્ય રીતે આગળ વધારવા ઈચ્છે છો તો તેઓએ યોગ્ય નીતિ બનાવવાની રહેશે. અહીં બજેટમાં તેમના માટે પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે. ફક્ત સરકારે આટલાથી કામ નહીં ચલાવવાનું રહે. પણ પ્રાઈવેટ સેક્ટર અને ઈન્ડસ્ટ્રીને તેની પર યોગ્ય રીતે રિસ્પોન્સ પણ કરવાનો રહેશે. ત્યારે તેનું વાસ્તવિક પરિણામ દેખાશે. શું શું કરી શકે છે સરકાર?

જાણો ડિફેન્સ સેક્ટરની બજેટથી આશા- અપેક્ષાઓ

  • સરકારે રેગ્યુલેશનના લેવલ પર અનેક સુધારા કર્યા છે અને તેની અસર ત્યારે દેખાશે જ્યારે સરકાર બજેટમાં પૂરતું ફંડિંગ અને ટેક્સ પ્રોત્સાહન આપે છે.
  • નાણાકીય વર્ષ 2022-23માં મોંઘવારી દર 6.9 ટકા રહેવાનું અનુમાન છે. એવામાં ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને આશા છે કે સરકાર બજેટમાં કેપિટલ એલોકેશન વધારી શકે છે. જેથી મોંઘવારીના દબાણને ઘટાડી શકાય. હાલના સમયમાં મોંઘવારી દરના ઉંચા રહેવાના કારણે ઘરેલૂ લેવલ પર અધિગ્રહણ, ટેક્નોલોજીના ટ્રાન્સફરના ખર્ચ વધે છે.
  • દેશને રક્ષા વિભાગમાં આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બજેટમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર પોતાનો ખર્ચ વધારવાનો રહેશે. આ માટે બજેટની રકમની વ્યવસ્થા કરવાની રહેશે. એટલું નહીં ટેક્નોલોજી ટ્રાન્સફરને માટે સરકારે ઉદ્યોગને ટેક્સ પ્રોત્સાહન પણ આપવું જોઈએ.
  • શરૂઆતમાં સરકારે 13 સેક્ટર માટે PLI Scheme રજૂ કરી હતી. આ પછી તેમાં ડ્રોન અને ડ્રોન કંપોનન્ટ્સને જોડી દીધા હતા. આ સ્કીમના ઘરેલૂ સ્તર પર એમએસએમઈની ભૂમિકાને વધારાઈ છે. સરકારને એવી યોજના ડિફેન્સ સેક્ટર માટે લાવવી જોઈએ.
  • નવી મેન્યૂફેક્ચરિંગ કંપનીને 15 ટકાથી ઓછા દરથી કોર્પોરેટ ટેક્સ આપવાનો રહે છે. સરકારે આ સુવિધાને માર્ચ 2024 સુધી વધારી છે. તેને ઓછામાં ઓછા માર્ચ 2026 સુધી વધારી દેવી જોઈએ. 

  • Follow us on: