• 23 જુલાઈએ બજેટ રજૂ થઈ શકે છેઃ સૂત્ર
  • 22 જુલાઈએ ઈકોનોમિક સર્વે રજૂ થઈ શકે છે
  • ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની લોકોને આશા

મોદી સરકાર ત્રીજીવાર કેન્દ્રની સરકારમાં છે. એનડીએની સરકાર બન્યા બાદ સૌને પૂર્ણ બજેટની આશા છે. સરકાર બન્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024-25ને માટે પૂર્ણ બજેટ રજૂ કરશે. બજેટને લઈને તમામ તૈયારીઓ ચાલી રહી છે પણ એ નક્કી નથી કે કઈ તારીખે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે.

બજેટની તારીખોને લઈને આવ્યું છે અપડેટ્સ

કહેવાઈ રહ્યું હતું કે 22 જુલાઈએ બજેટ રજૂ કરી શકાય છે. પણ નાણામંત્રાલયના સૂત્રોના આધારે આ વખતે તેમાં નવું અપડેટ્સ આવ્યું છે. સૂત્રોના આધારે 22 જુલાઈએ ઈકોનોમિક સર્વે રજૂ થાય છે. તો 22 જુલાઈએ ઈકોનોમિક સર્વે રજૂ થાય છે તો 23 જુલાઈએ બજેટ રજૂ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સંસદના મોનસૂન સત્ર પહેલા ઈકોનોમિક સર્વે અને બીજા દિવસે બજેટ રજૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બજેટની તારીખોને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

મોદી 3.0નું પહેલું પૂર્ણ કાલીન બજેટ

ઉલ્લેખનીય છે કે આ બજેટ મોદી 3.0નું પહેલું પૂર્ણ કાલીન બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ 7મું બજેટ હશે. આ બજેટને લઈને લોકોને અનેક આશાઓ છે. સૌથી વધુ આશા મિડલ ક્લાસને છે. લાંબા સમયથી તેમને ટેક્સમાં રાહત મળે તેવી આશા છે. સેલેરી ક્લાસને આશા છે કે નાણામંત્રી આ સમયે ઈન્કમ ટેક્સમાં થોડી રાહત આપી શકે છે. તેમને આશા છે કે ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને તેમને રાહત મળી શકે છે. ફ્કત સેલેરી ક્લાસ જ નહી, ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ, યુવાઓ અને સૌને પોતાની સેલેરી વધવાની બજેટથી આશા છે. હવે જોવાનું એ રહે છે કે નાણામંત્રી પોતાનો પિટારો ખોલીને લોકોને ખુશીઓ આપે છે. 

  • Follow us on: