- સ્વાસ્થ્ય સેવામાં રોકાણને લઈને ચર્ચા શક્ય
- પ્રાઈવેટ ક્લિનિકમાં ફી લિમિટ નક્કી કરવાને લઈને રજૂઆત
- વીમો ન હોય તેવા લોકોને માટે મુશ્કેલ બને છે હોસ્પિટલનો ખર્ચ
દેશમાં નવી સરકારની સાથે જ બજેટની તૈયારીઓ પણ શરૂ થઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને લઈને અનેક ઉદ્યોગ સંગઠનો અને રાજ્યોની સાથે ચર્ચા કરી ચૂક્યા છે. આ પછી હવે મોનસૂન સત્રના સમયે પૂર્ણ બજેટ રજૂ કરી શકાય છે. આ બજેટથી સામાન્ય જનતાને મોટી આશા છે. સૌથી મોટી વાત લોકોનો મેડિકલ ખર્ચ છે અને તેમાં આ વખતના બજેટમાં રાહત મળે તેવી લોકોની ઈચ્છા છે.
આ મુદ્દાઓ બજેટમાં ખાસ બની શકે છે
અંતરિમ બજેટ 2024ના સમયે નાણામંત્રીએ સ્વાસ્થ્ય સેવા માટે આંગણવાડી અને સર્વાઈકલ કેન્સરને પ્રાથમિકતા આપવા જેવી મહત્ત્વની જાહેરાતો કરી હતી પરંતુ જીએસટીને તર્કસંગત કરવું અને સ્વાસ્થ્ય સેવામાં રોકાણ જેવી અનેક લાંબા સમયથી ચાલી રહેલી આશાઓ હવે પૂરી થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. ઉદ્યોગજગતના નેતાઓને આશા છે કે આગામી બજેટમાં આ મુદ્દા પર ધ્યાન અપાશે.
હોસ્પિટલનું બિલ સૌથી મોટું ટેન્શન
હોસ્પિટલમાં પ્રવેશનો ખર્ચ હજુ પણ અનેક લોકો માટે ચિંતાનો વિષય બન્યું છે. આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્પિટલો અને પ્રાઈવેટ ક્લિનિકમાં સારવાર માટે ફીની લિમિટ નક્કી ન કરવાને લઈને સરકાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ભારતીય માનક બ્યૂરોએ હોસ્પિટલમાં બિલિંગની પ્રક્રિયામાં માનકીકરણ અને પારદર્શિતા વધારવાના પ્રયાસ શરૂ કર્યા છે.
આ લોકો પર વધારે પડે છે ભાર
જો તમારી પાસે વીમો નથી તો હોસ્પિટલનો ખર્ચ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. મોટાભાગના કિસ્સામાં હોસ્પિટલમાં એ દર્દીઓને માટે અલગ અલગ ખર્ચ હોય છે જોએ જાતે બિલ ભરે છે અને જેમનું બિલ વીમા કંપની ભરે છે. મોટાભાગના લોકોને સારવાર માટે લગભગ અડધાથી વધારે ખર્ચ ખિસ્સામાંથી કાઢવો પડે છે. એવામાં લોકોને સરકારથી આશા છે કે તે તેમના હોસ્પિટલના બિલમાં બજેટમાં રાહત મેળવી શકે.
સરકારની આ સ્કીમ બની મદદરૂપ
એક તરફ પ્રાઈવેટ હોસ્પિટલની મોંઘી સારવારે લોકોના ખિસ્સા પર કાપ મૂક્યો છે તો સાથે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના લોકો માટે મદદરૂપ બની રહી છે. આયુષ્માન ભારત કાર્ડની મદદથી લાભાર્થી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયાની સારવાર કરાવી શકે છે. તેનો લાભ દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને મળે છે. હવે રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે 70 વર્ષથી વધારે ઉંમરના લોકોને પણ તેનો લાભ મળશે.