- જુલાઈ મહિનાની 18 તારીખે રજૂ થઈ શકે છે બજેટ
- ટેક્સપેયર્સ અને નોકરિયાતને મોટી છૂટ મળે તેવી આશા
- નાણામંત્રીનું 7મું બજેટ, મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી દેશે
નવી સરકારની રચના થઈ ગઈ છે અને આ પછી સૌના મનમાં એક જ સવાલ છે કે આખરે દેશનું પૂર્ણ બજેટ ક્યારે રજૂ થશે. દેશનું પૂર્ણ બજેટ જલ્દી રજૂ કરવા માટે નાણા મંત્રાલય તેની તૈયારીઓમાં જોડાઈ ગયું છે. આમ તો બજેટ 2024 રજૂ કરવા માટે કોઈ જાહેરાત કરાઈ નથી પરંતુ રિપોર્ટના અનુસાર આવતા મહિનાના બીજા અઠવાડિયામાં તે રજૂ થઈ શકે છે. તો જાણો મોદી સરકારના આ બજેટમાં શું ખાસ હશે.
ક્યારે રજૂ થઈ શકે છે બજેટ
સરકારી સૂત્રોના આધારે નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈ મહિનાની 18 તારીખે તેને રજૂ કરી શકે છે. સંસદીય કાર્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 18મી લોકસભાનું પહેલું સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. આ સંસદનું મોનસૂન સત્ર જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં શરૂ થવાનું છે અને 9 ઓગસ્ટ સુધી ચાલે તેવી શક્યતાઓ છે.
શું હશે બજેટમાં ખાસ
આ સમયે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો નથી અને એનડીએ ગઠબંધનની સરકાર બની છે. એવામાં સરકારના પૂર્ણ બજેટમાં સામાન્યથી લઈને ટેક્સપેયર્સ અને નોકરિયાત લોકો માટે મોટી જાહેરાતો થવાની શક્યતાઓ છે. આ વખતે મિડલ ક્લાસ પર સરકારનું ફોકસ રહી શકે છે. આ માટે ઈનકમ ટેક્સમાં રાહતની જાહેરાત સંભવ છે. રિપોર્ટસનું માનીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં આવનારા બજેટમાં ટેક્સના નિયમોમાં ફેરફાર કરી શકે છે. અત્યાર સુધી 3 લાખ રૂપિયા કમાનારાને કોઈ ટેક્સ આપવો પડતો નથી અને આ એક્ઝેમ્પશન લિમિટને 5 લાખ રૂપિયા કરી શકાય તેવી શક્યતાઓ છે.
નાણામંત્રી રચશે ઈતિહાસ?
નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ફાઈનાન્સ મિનિસ્ટરના રૂપમાં સીતારમણનું આ સાતમું બજેટ હશે અને તેમાં 6 પૂર્ણ બજેચ અને એક અંતરિમ બજેટ સામેલ છે. આ રીતે નાણામંત્રી મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી દેશે. તેઓએ 1959-1964ની વચ્ચે 5 વાર્ષિક અને 1 અંતરિમ બજેટ રજૂ કર્યા છે.