- આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતીના વલણને લીધે સોના-ચાંદીના ભાવમાં તેજી
- એક તોલા સોનું 67,350 રૂપિયા પહોંચ્યું
- ચાંદી કિલોના ભાવ 7,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો
દિલ્હી ઝવેરી બજારમાં ગુરુવારે એક તોલા સોનાાં 350 રૂપિયાની તેજી નોંધાઈ હતી જે 67,350 રૂપિયા સોનું પહોંચ્યું હતું. જ્યારે ચાંદીમાં 200 રૂપિયાના વધારા સાથે 77,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતીના વલણ વચ્ચે ગુરુવારે દિલ્હી ઝવેરી બજારમાં સોનું 350 રૂપિયાની સાથે 67,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. તો ગત કારોબારી સત્રમાં સોનું 67,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી પણ 200 રૂપિયા ઉછળીને 77,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. આનાથી ગત કારોબારી સત્રમાં આ 77,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.













